રાજપીપળાઃ સ્ટેચ્યુ ઓફ યુનિટી પર દેશ-વિદેશથી આવતા પ્રવાસીઓને માહિતગાર કરવા માટે સ્થાનિક ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષાના ટુરીસ્ટ ગાઈડો પણ ઉપલબ્ધ હોય છે, હાલમાં તો આપણી પ્રાચીન સંસ્કૃત ભાષાના ટુરીસ્ટ ગાઈડો પણ સરદાર સરોવર નર્મદા નિગમે વિશેષ તાલિમ આપી તૈયાર કર્યા છે.આગાની ૨૮/૦૩ ૨૦૨૧ ના રોજ વડોદરાની ખાનગી એજન્સી ઝ્રૈંઈન્ ૐઇ જીઈઇફૈંઝ્રઈ ઁફ્‌.ન્‌ડ્ઢ, વ્રજ વેનું કોમ્પ્લેક્ષ ૩૦૮/૩૦૯, ૩ઙ્ઘિ ફ્લોર, કુનાલ ચાર રસ્તા ગોત્રી રોડ ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર ગુજરાતી, હિંદી અને અંગ્રેજી ભાષાના ટુરિસ્ટ ગાઈડની ભરતી માટે વડોદરા ખાતે ઇન્ટરવ્યૂ હતું.ભાજપ સાંસદ મનસુખ વસાવાએ એ ભરતી મુદ્દે પોતાની નારાજગી વ્યક્તિ કરી ભરતી પ્રક્રિયા નહિ કરવા સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડના મેનેજીંગ ડિરેકટર રાજીવ ગુપ્તાને પત્ર લખ્યો છે.

ભાજપ સાંસદ મનસુખ વસાવાએ પોતાની નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું છે કે હોળીના તહેવારને દિવસે આ ભરતી રાખવી અને એ પણ વડોદરામાં રાખવી એ યોગ્ય નથી. કેવડિયા ખાતે ઘણા બધા સાંસ્કૃતિક કાર્યક્રમો થાય છે, તાલીમ વર્ગો યોજાય છે.તો આ ભરતી પ્રક્રિયા કેવડીયામાં કેમ ન થઈ.આ ભરતી પ્રક્રિયામાં સ્થાનિક લોકો સાથે અન્યાય કરી બહારના લોકોને સિલેક્ટ કરવાની ગેરરીતી થઈ હોવાની બાબત મારી સમક્ષ આવી છે.મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે આ ભરતી પ્રક્રિયા કેવડીયામાં જ થવી જાેઈએ, તથા પ્રથમ પસંદગી કેવડિયા આસપાસના વિસ્તારના ગામોના સ્થાનિક યુવકોની તથા બીજી પસંદગી સ્ટેચ્યુ ઓફ યુનિટી સાથે જાેડાયેલા નર્મદા, ભરૂચ અને વડોદરા જિલ્લાના યુવકોની થવી જાેઈએ એવી સાંસદે માંગ કરી છે. અત્રે એ ઉલ્લેખનિય છે કે વડાપ્રધાન મોદી અને મુખ્યમંત્રી વિજય રૂપાણીની પણ એવી લાગણી છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર રોજગારીની પ્રથમ પસંદગી સ્થાનિકોની થવી જાેઈએ,