અમદાવાદ-

ભાજપે વિધાનસભાની પેટાચૂંટણી માટેના પોતાના તમામ આઠ ઉમેદવારો જાહેર કરી દીધાં છે. છેલ્લે લીંબડી બેઠક ઉપર પણ કિરીટસિંહ રાણાનું નામ ડિકલેર કરી પોતાનું સ્ટેન્ડ નક્કી કરી લીધું છે. કિરીટ સિંહ રાણા સિવાયના તમામ ઉમેદવારોના ફોર્મ પણ ભરાઇ ગયા છે અને જ્યારે આજે રાણા ગુરુવારે પોતાનું ફોર્મ ભરશે. આમ હવે ભાજપમાં ચૂંટણીનો પ્રચાર શરૂ થઈ ચૂક્યો છે,તો બીજી તરફ કોંગ્રેસ માંથી ધડાધડ પડેલા રાજીનામાં ની કળ અને આઘાત ને લઈ કોંગ્રેસ માં હજુપણ આઘાત ના આફ્ટર શોક લાગી રહ્યા હોય તેવો નીરસ માહોલ જોવા મળી રહ્યો છે.

ભાજપે પોતાના વિસ્તારોમાં લોકસંપર્ક શરૂ કરી દીધો છે અને તેઓ ગામેગામ સંપર્ક પ્રચાર કરી રહ્યા છે. આ સપ્તાહના અંતિમ દિવસોમાં એટલે કે નવરાત્રિના શરુઆતના દિવસોમાં ભાજપના મોટા નેતાઓની વર્ચ્યુઅલ રેલી એટલે કે ઇન્ટરનેટના માધ્યમથી ચૂંટણીસભા યોજવા માટે ની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે ,ઉપરાંત ગુજરાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ગુજરાત ની મુલાકાતે આવવાના હોય તેઓની હાજરીને લઈ ચૂંટણીપ્રચાર માં ચાર ચાંદ લાગી જશે. આમ કોંગ્રેસ માં કોઈ ચોક્કસ સબળ નેતા ના હાથ માં પાવર નહિ હોવાથી તેઓ નું નીરસ વાતાવરણ ચૂંટણી અગાઉ જ ઘૂંટણીએ પડી ગયા હોવાનું જણાય રહ્યું છે અને હજુપણ જોઈએ તેવો ઉત્સાહ જામતો નથી.