ગુજરાત વિધાનસભા પેટા ચૂંટણીને લઈને ભાજપની કોર કમિટીની બેઠક મળી
01, ઓક્ટોબર 2020

અમદાવાદ-

ગુજરાતની આઠ વિધાનસભાની પેટા ચૂંટણી માટે તારીખની જાહેરાત થઈ ચૂકી છે.  ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટિલની અધ્યક્ષતામાં મુખ્યપ્રધાન અને નાયબ મુખ્યપ્રધાનની ઉપસ્થિતિમાં ભાજપની કોર કમિટીની બેઠક મળી હતી. પેટા ચૂંટણીને લઈ લગભગ સાડા ત્રણ કલાક જેટલી મેરેથોન મીટીંગ ચાલી હતી. જેમાં આગામી ચૂંટણીને લઈને પક્ષ દ્વારા જે વ્યૂહરચના ગોઠવવામાં આવી છે, તે અંગે સૌને માહિતગાર કરાયા હતા. આ ઉપરાંત જુદી-જુદી આઠ સીટોમાં જે પ્રકારની કામગીરીનો રેકોર્ડ રહ્યો છે, તેનો રિવ્યૂ કરાયો હતો. આગામી સમયમાં ભાજપ માટે કેન્દ્ર અને રાજ્ય સરકારની જુદી-જુદી યોજનાઓ, પાછળના વર્ષના અને તાજેતરના સરકારના કાર્યો અને કોરોના વાઇરસની મહામારી દરમિયાન કરેલી કામગીરી જ ભાજપનો પ્રચાર-પ્રસારનો મુદ્દો રહેશે. ઉલ્લેખનીય છે કે, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કે, ચૂંટણી દરમિયાન કેન્દ્રીય ચૂંટણીપંચ દ્વારા જાહેર કરાયેલી કોરોના વાઈરસની તમામ પ્રકારની ગાઈડલાઈનનું પાલન કરવામાં આવશે. કોર સમિતિની આ બેઠકમાં પેટાચૂંટણીના સંકલન સમિતિના સદસ્ય પણ ઉપસ્થિત રહ્યા હતા.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution