પુત્રને ટિકિટ કપાતા ભાજપના વાઘોડિયાના MLA મધુ શ્રીવાસ્તવ પાર્ટી સામે નારાજ
05, ફેબ્રુઆરી 2021

વડોદરા-

શહેર ભારતીય જનતા પાર્ટીએ ગુરુવારે સાંજે કાર્યાલય ખાતેથી ઉમેદવારોના નામોની જાહેરાત કરી હતી. જેમાં 15 ઉમેદવારોને રિપીટ કરવામાં આવ્યા છે. જ્યારે વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવના દીકરો દિપક શ્રીવાસ્તવને ટિકિટ નહીં મળતાં ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે પોતાનો દીકરો દિપકને ભાજપ સામે અપક્ષ ઉમેદવારી કરશે તેના સંકેત આપ્યા હતા. જેને લઈ રાજકીય મોરચે ખળભળાટ મચ્યો હતો.

ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ કહે છે કે, પાર્ટી આજે ટિકિટ નહીં આપે તો પણ પાછળથી સ્પોર્ટ કરીને ટિકિટ આપવાના પ્રયાસ કરશે. ભારતીય જનતા પાર્ટી ટિકિટ આપશે અને જીતીશુ.આ પહેલા પણ હું અપક્ષ લડ્યો અને જીત્યા બાદ ભાજપે પછી મને ટિકિટ આપી. મારો દીકરો પણ અપક્ષ તરીકે લડશે અને જીત્યા બાદ ભાજપ ટિકિટ આપશે. પાર્ટીના નિયમ પ્રમાણે સગાવાદની વાત કરીએ તો વડાપ્રધાનના ભાઈની દીકરીને પણ ટિકિટ આપી નથી. પાર્ટી નિર્ણય નહીં બદલે તો વિચારીશું. મેં મારી પત્નીની પણ ટિકિટ માંગી હતી. પણ આજે ના પાડી દીધી પણ મારી પુત્રીને જરૂર ટિકિટ મળશે તેમ જણાવ્યું હતું.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution