ગાંધીનગર-

ગુજરાતના ગાંધીનગરમાં મંગળવારે સવારે ઓએનજીસીની પાઈપ લાઈનમાં જોરદાર બ્લાસ્ટ થયો હતો. આ ઘટના કલોલ ગાર્ડન સિટી વિસ્તારની છે. બ્લાસ્ટ એટલો ભયંકર હતો કે એના કારણે આસપાસની બે દુકાનો ધરાશાયી થઈ ગઈ. આ ઘટનામાં એક વ્યક્તિનું મોત થઈ ગયું અને બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘટના બાદ આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતો. ઘટના સ્થળે રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે, ઓએનજીસીના અધિકારીઓ પણ સ્થળ પર હાજર છે.

મળેલી માહિતી અનુસાર ગુજરાતના ગાંધીનગર જિલ્લાના કલોલ શહેરમાં મંગળવારે સવારે એક શક્તિશાળી વિસ્ફોટના પગલે બે મકાનો ધરાશાયી થતા એક વ્યક્તિનું મોત અને બે લોકો ઘાયલ થયા છે. આ મકાનો પાસેથી ઓએનજીસીની બે પાઈપ લાઈન પસાર થાય છે, પરંતુ હજી સુધી તે સ્પષ્ટ થઈ શક્યું નથી કે વિસ્ફોટ કયા કારણોસર થયો છે. આ ઘટના કાલોલ શહેરના પંચવટી સમાજમાં બની હતી. વિસ્ફોટના ચોક્કસ કારણો શોધવા માટે ફોરેન્સિક નિષ્ણાતોને સ્થળ પર બોલાવવામાં આવ્યા છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર મંગળવારે સવારે લગભગ 7.30 વાગ્યે બ્લાસ્ટ થયો હતો. વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે બે માળના મકાનો સંપૂર્ણ નાશ પામ્યા હતા. વિસ્ફોટને કારણે નજીકના કેટલાક મકાનો અને વાહકોને પણ નુકસાન પહોંચ્યું છે. ઘણા મકાનોની કાચની બારી તૂટી ગઈ હતી. તેમણે કહ્યું કે જે મકાનો તૂટી પડ્યાં છે તેમાંથી એક ઘર લાંબા સમયથી બંધ હતું, જ્યારે કેટલાક લોકો અન્ય મકાનોમાં રોકાયા હતા. એક સ્થાનિક રહેવાસીએ જણાવ્યું હતું કે કાટમાળમાંથી ત્રણ લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા.