બોડેલી

બોડેલી તાલુકામાં કોરોના કેસોમાં વધારો થઈ રહ્યો છે તો બીજી તરફ સરકારી કચેરીમાં સોસીયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડી રહ્યા છે બોડેલી વીજકચેરી તેમજ તાલુકા સેવાસદન ખાતે કર્મચારીઓ માસ્ક વગર નજરે પડ્યા હતા તેમજ કચેરીમાં સોસીયલ ડીસન્ટના ધજાગરાઉડ્યા હતા

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકામાં કોરોના કેસોમાં વધારો થઈ રહ્યો છે તો બીજી તરફ સરકારી કચેરીમાં જ સોસીયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડી રહ્યા છે હાલોલ રોડ પર આવેલ વીજકચેરી ખાતે મોટી સંખ્યામાં ગ્રાહકો વીજબિલ ભરવા માટે આવતા હોઈ સવારના સમયથી જ બોડેલી વીજકચેરી ખાતે ગ્રાહકોની કતાર લગતી હોઈ છે ત્યા ખુદ વીજ કચેરીના કર્મચારી માસ્ક વગર નજરે પડ્યા હતા તેમજ ગ્રાહકોની ભીડ જોવા મળી હતી જેમાં સોસીયલ ડિસન્સના ધજાગરા ઉડ્યા હતા સરકારી કચેરીમા જ સરકારની ગાઇડલાઇન નું ચૂતપણેપાલન કરાવવમાં વીજ કચેરીના અધિકારીઓ કે કર્મચારીઓને કઈ પડી ન હોઈ તેમ લાગી રહ્યું છે બીજી તરફ જિલ્લામાં કોરોના કેસોમાં વધારો થતા કેસોને અટકાવવા આરોગ્ય શાખા દ્વારા ટેસ્ટિંગ સેન્ટર ઉભા કરવામાં આવ્યા છે. મંગળવારે જિલ્લામાં આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારી બોડેલી સેવાસદન પાસે આવેલ સેન્ટરની મુલાકાત લીધી હતી ત્યારે બાદ ફોટો સેશન કરાવ્યા જેમાં પણ સોસીયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા હતા ખુદ આરોગ્ય વિભાગના અધિકારી તેમજ તાલુકાના અધિકારી સરકારની ગાઇડલાઇનનું પાલન કરવાના બદલે સોસીયલ ડીસન્ટના ધજાગરા ઉડાવી રહ્યા છે બોડેલીના ડભોઇ રોડ પર આવેલ તાલુકા સેવા સદન ખાતે અરજદારો વિવિધ કામગીરી અર્થે આવતા હોઈ છે.