અબુજા-

ખુંખાર સંગઠન બોકો હરામના લીડર અબુ બકર શેકઉ સાથે યુદ્ધ દરમિયાન ખુદને બોમ્બથી ઉડાવી લીધો છે, તેના દુશ્મન સંગઠન ઇસ્લામિક સ્ટેટ વેસ્ટ આફ્રિકા પ્રોવિંસના જેહાદી લડાકુ સાથે લડાઇ દરમિયાન ખુદને બોમ્બથી ઉડાવી દીધો હતો. આ વાતની જાણકારી સમાચાર એજન્સી એએફપીએ આઇએસડબલ્યુએપીના હવાલાથી આપી છે. તેના બે અઠવાડિયા પહેલા પણ શેકઉના મોતના સમાચાર આવ્યા હતા પરંતુ ત્યારે તેની પૃષ્ટી થઇ શકી નહતી પરંતુ આ વખતે ઇસ્લામિક સ્ટેટે એક ઓડિયો રેકોર્ડિગ જાહેર કર્યુ છે.

જેમાં આઇએસડબલ્યૂએપીના નેતા અબુ મુસાબ અલ બારનવીને કહેતા સાંભળી શગકાય છે, ‘શેકઉએ ધરતી પર અપમાનિત થવાની જગ્યાએ તે બાદ અપમાનિત થવાનું સારૂ સમજ્યુ, તેણે ખુદને વિસ્ફોટથી ઉડાવીને મારી લીધો છે. આ ઓડિયો એએફપીને તે સુત્ર પાસેથી મળ્યો છે, જે પહેલા સમૂહ સાથે સબંધિત જાણકારી આપતો રહ્યો છે. જાેકે, બોકો હરામે હજુ સુધી શેકઉના મોતની પૃષ્ટી કરી નથી. બોકો હરામે નાઇઝીરિયા અને આફ્રિકાના અન્ય ભાગોમાં આતંક મચાવ્યો છે અને મોટી સંખ્યામાં લોકોની હત્યા કરી છે.

નાઇઝીરિયાની સેનાનું કહેવુ છે કે તે આ મામલે તપાસ કરી રહી છે. ઓડિયોમાં આઇએસડબલ્યૂએપીએ જણાવ્યુ કે કેવી રીતે સંબીસાના જંગલોમાં બોકો હરામના ઠેકાણા સુધી લડાકુ મોકલવામાં આવ્યા હતા, તે સમયે શેકઉ પોતાના ઘરમાં બેઠેલો હતો. તે ત્યાથી ભાગતો રહ્યો અને ઇસ્લામિક સ્ટેટના લડાકુ તેને શોધતા રહ્યા હતા. જ્યારે તે ઝાડીઓમાં છુપાયેલો મળ્યો તો તેના અને તેના સાથીઓને કહેવામાં આવ્યુ કે તે સરેન્ડર કરી દે પરંતુ શેકાઉએ આમ કરવાનો ઇનકાર કર્યો હતો અને ખુદને બોમ્બથી ઉડાવી દીધો હતો. મહત્વપૂર્ણ છે કે બોકો હરામની સ્થાપના વર્ષ ૨૦૦૨માં મોહમ્મદ યૂસુફે કરી હતી, જેણે ૨૦૦૯માં ઇસ્લામિક દેશની સ્થાપના કરવા માટે હિંસક ગતિવિધિઓ કરવાનું શરૂ કરી દીધુ હતું. અમેરિકાએ ૨૦૧૩માં બોકો હરામને આતંકી સંગઠન જાહેર કર્યુ હતું.