સુરતથી આવતી બસ નિરમાના પાટીયા પાસે ઉભેલા ટ્રક પાછળ ઘૂસી જતા અકસ્માતઃ બે મુસાફરોના મોત
19, સપ્ટેમ્બર 2023

ભાવનગર સુરતથી આવી રહેલી ખાનગી ટ્રાવેલ્સની બસને ભાવનગરમાં અકસ્માત નડ્યો હતો. ભાવનગર-અમદાવાદ શોર્ટ રૂટ પર ભાલપંથકના નિરમાના પાટીયા પાસે એક ટ્રક પાછળ બસ ઘૂૂસી જતાં બે મુસાફરોના મોત થયા હતા. તેમજ ૫ થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત થતા તેઓને સારવાર અર્થે ભાવનગરની સર ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ બનાવ અંગે મળતી માહિતી અનુસાર સુરતથી દરરોજના ક્રમ મુજબ ખાનગી ટ્રાવેલ્સની બસ ઉના જવા રવાના થઈ હતી, આ બસ વહેલી પરોઢીયે ભાવનગર-અમદાવાદ શોર્ટરૂટ પર સનેસગામના પાટીયા પાસે પહોંચી હતી, દરમ્યાન બસ ચાલકે રોડપર ઉભેલા એક ટ્રક પાછળ બસને અથડાતા વહેલી સવારે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ઘટનાસ્થળે બે વ્યક્તિઓના મોત નિપજ્યા હતા, જયારે ૫થી વધુ લોકોને સારવાર અર્થે ૧૦૮ મારફતે ભાવનગરની સર ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ બનાવની જાણ પોલીસને તથા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને પોલીસે જરૂરી કેસ કાગળો કરી બંનેની લાશને પીએમ અર્થે ભાવનગરની સર ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution