અમદાવાદ-

અમદાવાદના ગોતામાંથી પોલીસે વધુ એક કોલ સેન્ટર પકડી પાડયું છે, આરોપીઓ અમેરીકન નાગરિકો સાથે લોનના બહાને છેતરપીડી કરતા ચાર શખ્સોને ઝડપી પાડયા છે. આ કેસની વિગત એવી છે કે સાઇબર ક્રાઇમ બ્રાંચે ચોક્કસ બાતમી આધારે ગોતા ગોદરેજ સિટીમાં આવેલી ઇડન બિલ્ડીંગમાં રેડ કરીને ગેરકાયદે કોલ સેન્ટર ચલાવતા ચાર શખ્સોને ઝડપી પાડયા હતા.

મળતી માહિતી મુજબ પકડાયેલા આરોપીઓમાં ઓઢવ વિસ્તારમાં શાંતિવન સોસયટીમાં રહેતા રાજ ધીરૂભાઇ રાઠોડ અને ઓઢવ આર્યક્રિષ્ના સોસાયટીમા રહેતા અનુરાગ ચન્દ્રપાલસિંઘ કુશ્વાહ તથા વસ્ત્રાલમાં ચિત્રલેખા સોસાયટીમાં રહેતા અજીતસિંઘ.ડી રાજપુત અને નિકોલમાં આકાંક્ષા ટેનામેન્ટમાં રહેતા સૌરભ મહાવીરભાઇ શર્માનો સમાવેશ થાય છે. 

કોલ સેન્ટર માલિક સારભ શર્મા દ્વારા લીડમાંથી નંબરો આપવામાં આવતા હતા. જેના ઉપર આ શખ્સો અમેરિકાના લોકોને લાન આપનાર કંપની તરીકે ઓળખ આપતા હતા કોઇ વ્યક્તિ લોન લેવા ઇચ્છા વ્યક્ત કરે તેવા કસ્ટમરોને ડાયલર સોફવેર મારફતે અમેરિકાનો નંબર ડિસપ્લે કી બનાવટી કોલ કરીને લોન એપ્રૂવ થઇ ગઇ હોવાની વાત કરતા હતા. લોન અપવાનું કહી તેઓ પાસેથી ઓન લાઇન નાણા પડાવતા હતા.