દિલ્હીઃ-

દેશભરમાં ૧૬ જાન્યુઆરીથી વેકસીનેશન ડ્રાઇવ શરૂ થઈ છે. જાન્યુઆરીના અંતમાં ફ્રંટલાઇન વકર્સને પણ વેકસીન આપવાની તૈયારીમાં સ્વાસ્થ્ય મંત્ર લાગી ગયું છે. જાણકારોનું કહેવું છે કે વેકસીન લાગ્યા બાદ પણ માસ્ક લગાવવુ અને બે ફુટનું અંતર રાખવા અંગેનું પાલન જરૂરી છે. કારણ કે કોરોનાનો નવો સ્ટ્રેન રસીકરણ બાદ પણ અસર કરશે.

સ્વાસ્થ્ય મંત્રાલય પાસેથી મળેલી જાણકારી મુજબ દરેક રાજયોને ર૬ જાન્યુઆરી સુધી દરેક ફ્રંટ લાઇનના વર્કર્સનો ડેટા ૪માં કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. દરેક ફ્રંટલાઇન વર્કર્સને કો-વિન એપ અપલોડ કરવા માટે કહેવામાં આવ્યું છે. જયારે આ ડેટા સંપુર્ણ અપલોડ થઇ જશે. તેના બે થી ત્રણ દિવસ બાદ ફ્રંટ લાઇન વર્કર્સની પણ વેકસીનેશન શરૂ થઇ જશે. સંપુર્ણ દેશમાં આ કાર્યક્રમ જાન્યુઆરીના અંતમાં શરૂ થશે. જાણકારીના જણાવ્યા મુજબ રસીકરણ શરૂ થવાના બે થી ત્રણ દિવસમાં રાષ્ટ્રીય કોવીડ ટાસ્ક ફોર્સના પ્રમુખ પ્રો.વી.કે.પોલ અને એમ્સ નિર્દેશક પ્રો. ગુલેરીયા કોવીડથી બચવા માટે રસી લઇ શકે છે જેને શરદી-ઉધરસ એવા લોકોને વેકસીનેશન માટે આવવાની મનાઇ કરી દીધી છે. ભલે તે વાયરલ હોય પરંતુ આવી સ્થિતિમાં રસીકરણ કરી શકાય નહી.