સાવધાનઃ નશાખોરોને પકડવા પોલીસનો નવો કીમિયો, 'હવા' કરશે દારુડિયાની પરખ, જાણો કેવી રીતે
01, જુલાઈ 2021

અમદાવાદ-

કોરોના મહામારીના સમયગાળામાં પોલીસને પણ ફ્રંટલાઈન વૉરિયર ગણવામાં આવે છે. ત્યારે નિયમોનો ભંગ કરતાં લોકોને પાઠ ભણાવવા માટે પોલીસે નવી-નવી તરકીબો શોધી કાઢે છે. આ જ હરોળમાં હવે પોલીસ દારુ઼ડિયાઓને પકડવા માટે 'વિફ ટેસ્ટ' (હવાની લહેર દ્વારા દુર્ગંધ પારખવી) કરી રહી છે. આ ટેસ્ટ કરવાથી પોલીસને કોરોનાનું સંક્રમણ લાગવાનું જાેખમ પણ નથી રહેતું.
શહેર પોલીસના જણાવ્યા અનુસાર, કોઈ વ્યક્તિએ દારુ પીધો છે કે કેમ તે જાણવા માટે તેઓ પવનની લહેરખીનો ઉપયોગ કરશે. "અમે શકાંસ્પદ વ્યક્તિને પોલીસની સામે જ ઊભા રાખીશું. ત્યાર પછી હવાની દિશા કઈ તરફ છે તે નક્કી કરી તે વ્યક્તિને એવી રીતે ઊભો રાખીશું જેથી હવાની લહેર તેના પરથી થઈને અમારા સુધી પહોંચે. આ પ્રકારે સુંગધ પરથી અમને ખબર પડી જશે કે જે-તે વ્યક્તિએ દારુનું સેવન કર્યું છે કે કેમ", તેમ એક પોલીસકર્મીએ જણાવ્યું.

પોલીસના કહેવા અનુસાર, ૨૬ જૂને શહેર પોલીસ પાસે દારુને લગતી ફરિયાદ આવી હતી. જે બાદ તેમણે આ જ પદ્ધતિ દ્વારા પરખ કરી નારણપુરાના ૪૮ વર્ષીય શખ્સ સામે ગુનો નોંધ્યો હતો. આ કેસમાં નોંધાયેલી હ્લૈંઇમાં ઉલ્લેખ છે કે, "કોરોના મહામારી ઝડપથી ફેલાઈ રહી છે ત્યારે મોં સૂંઘીને પરખ કરવી અયોગ્ય છે કારણકે તેના લીધે સંક્રમિત થવાનું જાેખમ છે. અમે તે શખ્સને ટટ્ટાર ઊભો રાખ્યો અને હવા દ્વારા નક્કી કર્યું કે દારુની તીવ્ર ગંધ આ શખ્સમાંથી જ આવી રહી છે. તેણે દારુ પીધો છે તેની ખાતરી કર્યા બાદ અમે ગુનો દાખલ કર્યો હતો." અગાઉ ટ્રાફિક પોલીસે યુએસમાં કરવામાં આવતા ફિલ્ડ સોબ્રાયટિ ટેસ્ટ (વ્યક્તિ સ્થિર ઊભો રહી શકે છે, લથડિયા ખાધા વિના ચાલી શકે છે કે કેમ તેની તપાસ)નો સહારો દારુ પીને ગાડી ચલાવતા લોકોને પકડવા માટે લીધો હતો. કોરોના કાળમાં બ્રેથએનાલાઈઝર દ્વારા સંક્રમણ ફેલાવાનું જાેખમ હોવાથી આ વિકલ્પ ઉપયોગમાં લેવાયો હતો.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution