ન્યુ દિલ્હી,તા.૩

લદ્દાખમાં ભારત અને ચીન વચ્ચેની આ તણાવપૂર્ણ સ્થિતિ વચ્ચે ચીનની પીપલ્સ લિબરેશન આર્મીની તિબ્બત મિલિટ્રી કમાન્ડે સોમવારે મોડી રાતે ૪,૭૦૦ મીટરની ઊંચાઈ પર સેના મોકલી અને મુશ્કેલ પરિસ્થિતિઓમાં પોતાની ક્ષમતાનું પરીક્ષણ કર્યું. 

સેન્ટ્રલ ટેલિવિઝન મુજબ સોમવાર રાતે લગભગ ૧ વાગે પીએલએની સ્કાઉટ યૂનિટે તાંગુલા પર્વત તરફ વધવાનું શરૂ કર્યું હતું. માર્ચ દરમિયાન ગાડીઓની લાઇટો બંધ હતી અને નાઇટ વિઝન ડિવાઇસની મદદ લેવામાં આવી. જેથી ડ્રોનથી બચી શકાય. માર્ગની મુશ્કેલીઓને પાર કરી ડ્રોનની મદદથી વિસ્ફોટ કરવામાં આવ્યા. ટાર્ગેટ નજીક પહોંચી કોમ્બેટ ટેસ્ટ પણ કરવામાં આવ્યું જે માટે સ્નાઇપર યૂનિટને આગળ મોકલવામાં આવી હતી. સાથે જ ફાયર સ્ટ્રાઇક ટીમે ઓછા વજનવાળા હથિયારોવાળી ગાડીઓને એન્ટી ટેન્ક રોકેટથી ઉડાવી હતી.ત્યાર બાદ કમાંડરોએ ગાડી ઉપર લાગેલા ઇન્ફ્રારેડ સૈન્ય પરીક્ષણ સિસ્ટમની મદદથી સેનાની ટુકડીને આગળ લડાઈના ટાર્ગેટ સુધી પહોંચાડી હતી. 

આ યુદ્ધાભ્યાસ દરમિયાન લગભગ ૨૦૦૦ મોર્ટાર શેલ, રાઇફલ ગ્રેનેડ અને રોકેટ્‌સનો ઉપયોગ કરવામાં આવ્યો. આ નવા હથિયારો સાથે લડવા સેના કેટલી તૈયાર છે તે અંગે જાણ થઈ. સાથે મુશ્કેલ પરિસ્થિતિઓમાં કેવી રીતે લડવું તે અંગે પણ અભ્યાસ કર્યો.