દિલ્હી-

ચીનનુ 21 ટનનુ રોકેટ, પૃથ્વી તરફ ઝડપથી આગળ વધી રહ્યુ છે. નિષ્ણાતો એ જણાવ્યુ હતુ કે, " બેકાબૂ રોકેટ લોંગ માર્ચ 5-બી નો ભાગ આજે, શનિવારે પૃથ્વી પર ક્યારે પણ પડી શકે છે. બેકાબૂ રોકેટ બાબત, ચાઇનાની સ્પેસ એજન્સી તરફથી કોઇ સત્તાવાર નિવેદનો સામે આવ્યા નથી."

નિષ્ણાતોને ડર છે કે, જો રોકેટનો ભાગ વસ્તીવાળા વિસ્તારમાં પડે છે, તો તે મોટા પાયમાલી નુ કારણ બની શકે છે. લોંગ માર્ચ 5-બી રોકેટ, લગભગ 100 ફુટ લાંબી છે અને અનિયંત્રિત થયા પછી, તે બે દિવસ માટે 30 વખત, પૃથ્વીની આસપાસ ફરે છે. આ રોકેટ એક કલાકમાં 18 હજાર માઇલનો પ્રવાસ કરી રહ્યો છે." એવી આશંકા છે કે, આ રોકેટનો કાટમાળ ન્યૂયોર્ક, મેડ્રિડ અને પેઈચિંગ જેવા શહેરમાં ક્યાંય પણ પડી શકે છે. આ રોકેટ લગભગ 100 ફુટ લાંબી છે, અને તેનુ વજન આશરે 21 ટન છે.