16, જાન્યુઆરી 2025
ઈડર સમગ્ર જિલ્લામાં ખળભળાટ મચાવનાર પાૅંઝી સ્કીમના માસ્ટર માઈન્ડ ગણાતા બી.ઝેડ ગ્રુપના સી.ઈ. ઓ ભૂપેન્દ્ર સિંહ ઝાલા વિરૂદ્ધ ફરિયાદ નોંધાયાના એક મહિના બાદ ધરપકડ કરી લીધી હતી અને અત્યારે જ્યુડીશિયલ કસ્ટડીમાં છે બીજી તરફ નરેશ પ્રજાપતિની ધરપકડ બાદ રિમાન્ડ દરમિયાન તપાસમા બી.ઝેડ કૌભાંડમા ચોંકાવનારા ખુલાસા થયા બાદ કરોડોનું ફુલેકું ફેરવનાર ભૂપેન્દ્ર સિંહ ઝાલાના આર્થિક વ્યવહારોની સી આઈ.ડી ક્રાઈમની તપાસ દરમ્યાન પ્રકાશમાં આવતાં હિમતનગરની એક આંગડિયા પેઢીમા હિસાબોની ચકાસણી કરવામાં આવી રહી હોવાનું જાણવા મળે છે હિસાબોની ચકાસણી દરમ્યાન વઘુ ખુલાસા માટે સી.આઈ.ડી ક્રાઈમ દ્વારા આંગડિયા પેઢી અને બી.ઝેડ ગ્રુપના શંકાસ્પદ નાણાકીય વ્યવહારો અંગે ખુલાસા કરવા માટે નોટિસ આપી હોવાનું જાણવા મળે છે આંગડિયા પેઢીને નોટિસ આપતા મોટાં ખુલાસા થવાની સંભાવના છે સી.આઈ.ડી ક્રાઈમ દ્વારા આંગડિયા પેઢીમાં તપાસ દરમ્યાન રોકાણકારોના કરોડો રૂપિયા મોજશોખમા ઉડાવ્યાની વિગતો મળી રહી છે બીજી તરફ પોનઝિ સ્કીમના પ્રોટેક્શન માટે તેમજ એજન્ટોને મોટી રોકડ રકમ અને ગિફ્ટ મેળવનારા ઓની પણ તપાસ શરૂ થતાં કેટલાય લોકોમા ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.