શહેરમાં કેનાલ રૂફટોપથી થતાં સૌરઊર્જાના ઉત્પાદનને નવી દિલ્હી ખાતે પ્રજાસત્તાક દિનના ટેબ્લોમાં સ્થાન મળશે
22, જાન્યુઆરી 2023

વડોદરા,તા.૨૨

 શહેરમાં કેનાલ રૂફટોપથી થતાં સૌરઊર્જાના ઉત્પાદનને નવી દિલ્હી ખાતે પ્રજાસત્તાક દિનના રોજ યોજાનીરી પરેડમાં ટેબ્લોમાં સ્થાન મળશે.

આ ઝાંખી દ્વારા બિનપરંપરાગત ઉર્જાસ્ત્રોતથી ઉજ્જવળ અને આર્થિક રીતે અગ્રેસર ગુજરાત આ ઉર્જાનાં ઉપયોગ વડે વિશ્વનું માર્ગદર્શક બની રહે તેવો અસરકારક સંદેશ આપવામાં આવ્યો છે.

કચ્છમાં આકાર લઈ રહેલા વિશ્વનો સૌથી વિશાળ હાઈબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્ક, દેશનું સૌ પ્રથમ ૨૪ટ૭ સોલાર ઊર્જા મેળવતું મોઢેરા ગામ, પીએમ-કુસુમ યોજના થકી ખેડૂતોની ખુશહાલી અને કેનાલ રુફટોપથી થતું સૌરઊર્જાનું ઉત્પાદન મુખ્ય આકર્ષણો રહેશે.

 ૨૬ જાન્યુઆરી, ૨૦૨૩ના રોજ નવી દિલ્હીના ‘કર્તવ્યપથ’ પર આયોજિત થનારી પ્રજાસત્તાક દિનની રાષ્ટ્રીય પરેડમાં ગુજરાત ‘’ક્લિન-ગ્રીન ઊર્જાયુક્ત ગુજરાત’’ વિષયને આવરી લેતી ઝાંખી રજૂ થનારી છે. જે દેશ અને દુનિયાને પુનઃ પ્રાપ્ય ઊર્જાસ્ત્રોતોનાં પ્રયોગથી હરિત અને શુદ્ધ ઊર્જાનું નિર્માણ કરીને આત્મર્નનિભર બનવાનો સંદેશ આપશેસમગ્ર વિશ્વ આજે પરંપરાગત ઊર્જાસ્ત્રોતોની કટોકટીનો સામનો કરી રહ્યું છે. આ સ્ત્રોતો કાળક્રમે ક્ષીણ થઇ રહ્યા છે, તો બીજી તરફ આ ઊર્જાસ્ત્રોને લીધે પ્રદુષણ વધતા સમગ્ર પૃથ્વી ઉપરનું તાપમાન વધી રહ્યું છે, જેના લીધે દુનિયાના સંખ્યાબંધ દેશો ‘’ક્લાઈમેટ ચૅન્જ’’ના કારણે પૂર, ભૂ સ્ખલન, સુનામી, ભૂકંપ જેવી કુદરતી આપદાઓનો સામનો કરી રહ્યા છે. જેની ગંભીર ચિંતા યુનાઇટેડ નેશન કાન્ફરન્સ કલાઇમેટ ચેન્જ દ્વારા કરવામાં આવી છે.

 દેશમાં ગુજરાત બિનપરંપરાગત ઉર્જાનાં ઉત્પાદનમાં અગ્રેસર છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution