જામનગર-

લાલપુરના હુશેની ચોક વિસ્તારમાં ગત સાંજે જુની અદાવતમા બે જુથ વચ્ચે સશસ્ત્ર જૂથ અથડામણ સર્જાઇ હતી જેમાં તિક્ષ્‍ણ હથિયાર વડે સામસામા હુમલા થયા હતા જે ઘટનામાં કુલ પાંચ લોકો ઈજાગ્રસ્ત થયા છે, જે પૈકી બે ગંભીર ઇજાગ્રસ્તને વધુ સારવાર અર્થે જામનગર જીજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે, થયેલ જૂથ અથડામણ દરમિયાન એક જૂથ દ્વારા હવામાં ફાયરીંગ પણ કરવામાં આવ્યાની ફરિયાદ નોંધાઈ છે, લાલપુર પોલીસે બન્ને પક્ષે સામસામી ફરિયાદો નોંધી તપાસ શરુ કરી છે,

લાલપુરમાં હુસેની ચોકમાં થયેલ બબાલ મામલે સબીર ઈસ્માઈલ દોદેપુત્રા અને આરીફ અબ્દુલ સોલંકીના દ્વારા સામસામે ફરિયાદો નોંધાવવામ આવી છે, જેમાં બંને પક્ષો તલવાર જેવા તિક્ષ્‍ણ હથિયારો સાથે સામસામે આવી જતા પાંચ લોકોને નાની મોટી ઇજા પહોચી હતી જેમાં બે ગંભીર ઇજાગ્રસ્તને વધુ સારવાર અર્થે જામનગરની જી.જી.હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઇજાગ્રસ્તોમાં ગુલમામદ, સબીર હુશેન અખાણીનો સમાવેશ થાય છે, આ ઘટના વેળાએ સામાવાળા જૂથ દ્વારા ખાનગી હથિયાર વડે હવામાં ફાયરીંગ પણ કરવામાં આવ્યુ હોવાનુ જાણવા મળ્યુ છે.પોલીસ પાસેથી મળતી વિગતો પ્રમાણે બે માસ પુર્વે સર્જાયેલી તકરારની અદાવત રાખી આ બબાલ સર્જાઇ હોવાનું સામે આવ્યું છે.