પાનસર-

મળતી માહિતી મુજબ કલોલ તાલુકાના પાનસર ગામના પરામાં રહેતાં દિનેશ સાકાભાઈ દ્વારા કલોલ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઈ હતી કે, રવિ જયરામ અને જીગર જયરામ બાઈક લઈને પુરપાટ ઝડપે નીકળ્યાં હતાં. તેને લઈને શૈલેષ અને વિશાલે તેમને રોકીને કહ્યું હતું કે, આટલી સ્પીડમાં બાઇક ન ચલાવો. આ બાબતને લઈને બન્ને ભાઈઓ ઉશ્કેરાઇ ગયાં હતાં અને તેમણે કહ્યું હતું કે, થોડીવાર ઉભો રે તને સમજાવું છું. ત્યારબાદ લાકડીઓ લઈને આવતાં આ બન્ને જણાને ઢોર માર માર્યો હતો.

આ ઘટના બાદ કેટલાંક લોકો સામેવાળા યુવકોના સમજાવવા માટે ગયાં હતાં અને ત્યાં પણ ઢોર માર માર્યો હતો. ત્યારબાદ મોડી રાત્રે એક જૂથ દ્વારા એકાએક પથ્થરમારો ઉપર કરવામાં આવ્યો હતો. જેમાં અનેક લોકો ઘાયલ થયાં હતાં. આ બનાવમાં આજે સવારે એક આધેડનું મોત થયું હતું. ત્યારે વિષ્ણુ કરણ, વિનુ કરણ, રામજી મફા, રવિ જયરામ અને જીગર જયરામ સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.પાનસરમાં રબારીઓએ સામાન્ય બાબતમાં રાવળને માર માર્યો, એક આધેડની હત્યા, ભારેલા અગ્નિ જેવી સ્થિતિઆ બનાવ બાદ ઘાયલોને હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઇ જવામાં આવ્યાં હતાં. આજે સવારે સારવાર દરમિયાન આધેડનું મોત થયું હતું. જેને લઇને તે સમાજના લોકોએ આધેડનો મૃતદેહ સ્વીકારવાની ન પાડતાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ થઈ ગઈ હતી. બીજી તરફ પોલીસે ત્રણ લોકોની ધરપકડ કરી હતી. જ્યારે બે લોકો હજુ પોલીસની પકડથી દૂર છે.