સુરત, ગુજરાતનામુખ્યમંત્રી રુપાણીએ રૂા.૭૧૧ કરોડના ખર્ચે તૈયાર થનારી તાપી-કરજણ લીંક પાઇપલાઇન સિંચાઇ યોજનાનું ખાતમુહૂર્ત કરી, આદિવાસી વિસ્તારના વિકાસની નવી તકો સાથે નંદનવન બનશે, તેવી પ્રતિબદ્વતા વ્યકત કરી હતી. તેમણે રૂા.૫૦ કરોડના ખર્ચે નિર્માણ થનાર સૈનિક સ્કુલનું પણ ઇ-ભુમિપુજન કર્યું હતું. સિંચાઇ યોજના દ્વારા ઉમરપાડા-ડેડીયાપાડા તાલુકાના ૭૩ ગામોની ૫૩૭૦૦ એકર જમીનને સિંચાઇની સવલત મળશે. સુરત જિલ્લાના ઉમરપાડા ખાતે યોજાયેલા સમારોહમાં રૂપાણી એ જણાવ્યું હતું કે, રાજય સરકાર આદિવાસી ક્ષેત્રનો સર્વાનોમુખી વિકાસ માટે રૂા.૩૭૦૦ કરોડના ખર્ચે ૧૦ જેટલી સિંચાઇ યોજનાઓ અમલી બનાવી છે. જેના દ્વારા આદિવાસી ક્ષેત્રમાં વિકાસના સમૃદ્વિના દૃવાર ખુલશે. 

છેલ્લા બે દાયકાથી પ્રજાના નાણાં પ્રજાહિત માટે વપરાય, લોકહિતાર્થે કામો થાય, ભારતમાતા પરમવૈભવનું શિખર પ્રાપ્ત કરે એ દિશામાં સરકારે સુદઢ શાસન વ્યવસ્થા પ્રસ્થાપિત કરી છે. આધુનિક ટેકનોલોજી અને ટ્રાન્સફરન્સી સાથે લાભાર્થીઓને સીધા ખાતામાં જમા થાય છે. રૂા.ત્રણ હજાર કરોડ કોરોનાની સારવાર, વરસાદથી થયેલા નુકશાનમાં રૂા.૩૭૦૦ કરોડનું પેકેજ ખેડૂતોને આપ્યું છે. આ ઉપરાંત સાત પગલાં ખેડૂત કલ્યાણ યોજના હેઠળ કરોડો રૂપિયા સીધા ખેડૂતોના ખાતામાં જમા થયા છે. દઢ સંકલ્પ અને પારદર્શિતા સાથે રાજય સરકાર કાર્ય કરી રહી હોવાનું મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.

ઉમરપાડા-ડેડીયાપાડા તાલુકાના વિકાસ માટે સરકારના ર્નિણયની પ્રતિબદ્વતા વ્યકત કરતાં તેમણે જણાવ્યું હતું કે, જગતનો તાત ખરાઅર્થમાં તાત બની, સમૃદ્વિ તરફ પ્રયાણ કરે તેવો આશય રાજય સરકારનો રહેલો છે. પાણી એ વિકાસની પ્રાથિમકતા છે. પાણીદાર ગુજરાત બને એ માટે સુજલામ સુફલામ, સૌની યોજના સહિત યોજનાઓ વડે જગતના તાતના ખેતર સુધી પાણી પહોંચાડવાની વ્યવસ્થા રાજય સરકારે કરી છે.

આદિવાસી સમાજનો ઇતિહાસ બલિદાન અને સમર્પણનો રહયો છે. દેશની આઝાદી માટે તેમના બલિદાનોને સરકારે કયારેય ભુલશે નહી. આદિવાસીઓ ખડતલ અને મહેનતું છે. આદિવાસી ક્ષેત્રના યુવાનોમાં સમર્પણ અને દેશભાવના કેળવાઇ તેવા આશય સાથે ઉમરપાડા તાલુકામાં અત્યાધુનિક સુવિધા સાથે દક્ષિણ ગુજરાતની પ્રથમ સૈનિક સ્કુલ બનશે. સૈનિક સ્કુલના વિદ્યાર્થીઓ નેશનલ ડીફેન્સ એકેડમીમાં જાેડાઇ અને ગુજરાત રેજીમેન્ટ બને તેવા રાજય સરકારના પ્રયાસો રહેશે એમ રૂપાણીએ ઉમેર્યું હતું. આ ઉપરાંત વધુ માં તેમણે ગુજરાતના વિદ્યાર્થીઓને આધુનિક સુવિધા સાથે ઉચ્ચત્તમ શિક્ષણ આપી, એજયુકેશન ઇન્ડસ્ટ્રીઝનું હબ બને તેવા પ્રયાસો કરશે તેવો નિર્ધાર વ્યકત કર્યો હતો.