CM રૂપાણીએ આપ્યો તમામ મંત્રીઓને આ ટાસ્ક, આવતી કેબિનેટમાં અંગેનો રિપોર્ટ રજૂ કરવો પડશે
30, જુન 2021

ગાંધીનગર-

રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે કેબિનેટ બેઠકનુ આયોજન કર્યું હતું. આ કેબિનેટ બેઠકમાં રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના તમામ કેબિનેટ અને રાજ્યકક્ષાના પ્રધાનો અને એક ખાસ સુચના આપી છે. જેમાં અવનારી બુધવારની કેબિનેટ બેઠક પહેલા તમામ મંત્રીઓને 2 જિલ્લાની મુલાકાત લઈને રિપોર્ટ જમા કરાવવાની સૂચના અપાઈ હોવાનું સૂત્રો તરફથી સામે આવી રહ્યું છે.

સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે, 7 જૂનના રોજ મળનારી કેબિનેટ બેઠકમાં રાજ્યના તમામ મંત્રીઓ કે જે કેબિનેટ કક્ષા અને રાજ્યકક્ષાના પ્રધાનો છે, તેઓએ જિલ્લા પ્રવાસમાં કરેલી કામગીરીનો રિપોર્ટ પણ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીને કેબિનેટ બેઠકમાં આપવો પડશે. આ ઉપરાંત જાહેર જનતાનું સરકાર પ્રત્યે કેવું વલણ છે, તે બાબતે પણ મુખ્યમંત્રી વિજય રૂપાણીઅને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને ધ્યાન દોરવું પડશે. મુખ્યમંત્રી  વિજય રૂપાણી દ્વારા તમામ પ્રધાનો અને અલગ-અલગ જિલ્લાના પ્રભારી બનાવવામાં આવ્યા છે, ત્યારે આજની બેઠકમાં રાજ્યના તમામ પ્રધાનોને અલગ-અલગ જિલ્લાઓમાં પ્રવાસ કરવા માટેની સૂચના આપવામાં આવી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે, ત્યારે મંત્રીઓ કે જે જિલ્લાના પ્રભારી બનાવવામાં આવ્યા છે, તે જિલ્લાઓ સિવાય અન્ય બે જિલ્લાઓમાં પ્રવાસ કરવો પડશે તેવી પણ સૂચના કેબિનેટ બેઠકમાં આપવામાં આવી છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution