21, ફેબ્રુઆરી 2021
અમદાવાદ-
ગુજરાતમાં 6 મહાનગરપાલિકા માટેનું મતદાન આજે સવારે 8 વાગેથી ધીમે ગતિએ મતદાન થઈ રહ્યું છે. જેમાં સાંજે પાંચ વાગે સુધીમાં 6 મહાનગરપાલિકામાં ઓછું મતદાન નોંધાયું છે. જેમાં CM વિજય રૂપાણીએ રાજકોટમાં મતદાન કર્યું હતું. આ પૂર્વે CM વિજય રૂપાણી નો આરટીપીસાર ટેસ્ટ નેગેટિવ આવ્યો હતો. મતદાન બાદ મીડિયાને સંબોધતા તેમણે કહ્યું હતું કે હું કોરોના ગ્રસ્તમાંથી કોરોના મુક્ત થયો છું. સીએમ રૂપાણી મતદાન મથકમાં આવ્યા ત્યારે ફેસશિલ્ડ સાથે આવ્યા હતા. રાજકોટમાં મતદાન બાદ મુખ્યપ્રધાને પત્રકારો સાથે વાતચીત કરી હતી. જેમાં કહ્યું કે, હું કોરોનાગ્રસ્તમાંથી કોરોના મુક્ત બન્યો છું. લોકોનો આભાર માનું છું. મારા માટે પ્રાર્થના કરાનારા તમામ લોકો માટે આભારી છું. લોકોને મતદાન કરવા માટે પણ અપીલ કરી હતી. સાથે કહ્યું કે, રાજ્યભરમાં શાંતિપૂર્ણ મતદાન થઈ રહ્યુંં છે.