વડોદરા

પાલિકાતંત્ર દ્વારા માલેતુજારોની શાળાઓને રૂા.૪પ કરોડની રકમ નહીં વસૂલી શિક્ષણનો વેપલો કરતી સંસ્થાઓને પાણીના ભાવે જમીન પધરાવી દેવાનો કારસો રચાયો હોવાનું આરએસપીના નેતા રાજેશ આયરેએ જણાવી ભારે વિરોધ દર્શાવ્યો છે અને રૂા.૪પ કરોડની રકમે જમીન સંપાદન કરવાની માગ કભરી છે.

મહાનગરપાલિકા દ્વારા ઉદય એજ્યુકેશન સોસાયટી અને ધી ગુજરાત ન્યૂ ઈરા એજ્યુકેશન ટ્રસ્ટને ૧૯૭૮માં નજીવા ભાડાપટ્ટાથી વિસ્તારના બાળકોને રાહતદરે શિક્ષણ આપવાની શરતે જમીન આપી હતી. પરંતુ ઉદય એજ્યુકેશનની તેજસ વિદ્યાલય અને ન્યૂ ઈરા સૂકલ આજે મસમોટી રકમની ફી વસૂલી શિક્ષણનો વેપાર કરી રહી છે. ૧૯૭૮માં ૩૦ વર્ષના ભાડાપટ્ટે આપેલી જમીનની મુદત ર૦૦૮માં પૂર્ણ થઈ હતી. આ ભાડાપટ્ટો રિન્યૂ કરવા માટેની દરખાસ્ત તત્કાલીન મ્યુનિ. કમિશનરે તા.૩-પ-ર૦૧૦ના રોજ સામાન્યસભામાં ઠરાવ રજૂ કર્યો હતો. જેમાં સરકારના પરિપત્ર મુજબ ભાડું લેવાનું નક્કી કરાયું હતું. આ માટે આરએસપીના રાજેશ આયરે ૧૮ વર્ષથી હાઈકોર્ટમાં લડત લડતા આવ્યા છે. હાલમાં તા.૯-૧૧-ર૦૧૯ના રોજ ઠરાવ કરવામાં આવ્યો અને એક વર્ષ પછી એ કામનો તા.ર-૧ર-ર૦ના રોજ એજન્ડા રજૂ કરાયો હતો તેમાં શૈક્ષણિક સંસ્થાઓ જમીન ખરીદે તો પ૦ ટકા જ ભરવા એવું જણાવી પાછલા રૂા.૪પ કરોડ ભૂલાવી ૯૯ વર્ષના ભાડાપટ્ટાની જમીન આપી દેવાનું કાવતરું રચવામાં આવ્યું હોવાનું આયરેએ જણાવ્યું છે. ખરેખર તો પાલિકાએ ૪પ કરોડનું જૂનું ભાડું વસૂલવું જાેઈએ અને પાલિકાને જે આવક થાય એનાથી રાજેશ આયરેના વિસ્તારમાં આવેલ પંચવટીથી સૂર્યા સોસાયટીને જાેડતો રસ્તો અને લક્ષ્મીપુરાથી સપનાના વાવેતર થઈ નારાયણ ગાર્ડનવાળા રસ્તાને ખોલવા માટે વળતર ચૂકવી સંપાદન કરવાની માગ રાજેશ આયરેએ કરી છે.