રાજપીપળા

 કેવડિયા કોલોની ખાતે નર્મદા નદીના કિનારે ૧૪ કરોડના ખર્ચે વિશાળ ઘાટ બનાવવાની કામગીરીનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે.અંદાજિત ૧૩ કરોડ રૂપિયાના માતબર ખર્ચે નર્મદા કિનારે ૧૩૧ મીટર લંબાઈ અને ૪૭ મીટર પહોળા ઘાટના નિર્માણનો પ્રારંભ કરવામાં આવ્યો છે.ઉલ્લેખનીય છે કે ઉત્તર પ્રદેશ રાજ્યના હરિદ્વાર અને વારાણસી જેવા ધાર્મિક સ્થળો પર જેવી રીતે રોજ ગંગા મહાઆરતી થાય છે એવી જ નર્મદા આરતી પણ અહીંયા કરાવવાનું આયોજન થઈ રહ્યું છે.જેના ભાગરૂપે આ ઘાટ બનાવવામાં આવી રહ્યો છે.સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યા બાદ આ વિસ્તારનો પ્રવાસન તરીકે વિકાસ થઈ રહ્યો છે અને અનેક પ્રકલ્પનું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થયું હતું.

ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુચનાથી સરકાર આ વિસ્તારનો ધાર્મિક સ્થળ તરીકે પણ વિકાસ કરવાનું આયોજનના ભાગરૂપે આ ઘાટ બનાવવામાં આવી રહ્યો છે.નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના ગોરા ગામ પાસે નર્મદા કિનારે ઘાટ બનાવવાની કામગીરીનો આરંભ કરવામાં આવ્યો છે.ઉલ્લેખનીય છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં પ્રવાસનના વિકાસ માટે અનેક પ્રકલ્પો બનાવવામાં આવ્યા છે ત્યારે હવે ધાર્મિક સ્થળોનું પણ વિકાસ કરવામાં આવ્યો છે જે શ્રદ્ધાળુઓ માટે ખુશીની વાત છે