ડભોઇની કોમર્સ કોલજમાં સેમેસ્ટર ૬ના વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ
18, ઓગ્સ્ટ 2020

ડભોઇ, તા.૧૭ 

ડભોઇ ખાતે આજ થી ગોવિંદગુરુ યુનિવર્સિટીની પરીક્ષાઓ નો પ્રારંભ કોમર્સ કોલેજ ખાતે ૩૯૫ વિદ્યાર્થીઓ પ્રથમ દિવસે પરિક્ષા આપવા બેઠા હતા. ત્યારે કોલેજ દ્વારા સેનેટાઈઝર તેમજ સામાજિક અંતર વચ્ચે વિદ્યાર્થીઓ ને તકલીફ ન પડે તેવું આયોજન કર્યું હતું.

આજથી કોમર્સ સેમિસ્ટર ૬ અને એમ.કોમ સહિત બી.એડ.ની પરિક્ષા નો પ્રારંભ થયો હતો. વિદ્યાર્થીઓ એ શાંતિ પૂર્ણ માહોલ મા પરિક્ષા આપી હતી. ડભોઇ પંથક માં હાલ કોરોના વધી રહ્યો છે. આ વચ્ચે શ્રી ગોવિદગુરુ યુનિવર્ષીટી ના આદેશ અનુસાર સેમિસ્ટાર ૬ અને એમ. કોમ તેમજ બી.એડ.ની પરીક્ષાઓ આજ થી ચાલુ કરવામાં આવી છે. ત્યારે ડભોઇની એસ.સી.પી.એફ. કોમર્સ કોલેજ ખાતે આજથી પરીક્ષાનો પ્રારંભ થયો હતો. વડોદરા જીલ્લા કેળવણી મંડળ સંચાલીત કોમર્સ કોલેજ દ્વારા વિદ્યાર્થીઓમાં સામાજીક અંતર અને સેનેટાઈઝ નું ખાસ ધ્યાન રાખી પરીક્ષા શરૂ કરવામાં આવી હતી. સાથે સાથે પરીક્ષા પૂર્વે કોલેજને સેનેટાઇઝરથી કીટાણુ મુક્ત કરાઇ હતી. વિદ્યાર્થીઓને પરીક્ષા ખંડમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે રીતે બેસાડવામાં આવ્યા હતા.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution