રાજપીપળા-

સરદાર સરોવર નર્મદા ડેમ ખાતે પ્રિમોન્સૂન કામગીરી ચાલુ થઈ ગઈ છે.આ વર્ષે પણ નર્મદા બંધ પોતાની 138.68 મીટરની મહત્તમ સપાટી સુધી ભરવાની શક્યતાઓને કારણે નિગમ દ્વારા આ કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે.હાલ નર્મદા બંધના ઉપર વાસમાંથી 13,000 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, હાલ બંધની જળસપાટી 123 મીટર છે. સરોવરમાં પણ 1900 મિલિયન ક્યુબિક મીટર જેટલું પાણી સંગ્રહિત છે.જો વરસાદ ઓછો પડે તો પણ ગુજરાત રાજ્યને પીવાનું પાણી પુરુ પાડવા નર્મદા બંધ સક્ષમ છે. જોકે ચોમાસુ આગામી દિવસોમાં શરૂ થશે એટલે એ પહેલા નર્મદા બંધના 30 રેડિયલ ગેટ માંથી 30X30 ના મીટરના 23 ગેટ અને 30X 26 મીટરના 7 ગેટનું

સર્વીસિંગ પૂર્ણ થઈ ચૂક્યું છે.એ તમામ ગેટ સરળતાથી અપ ડાઉન થાય કોઈ ઇમર્જન્સીમાં ગેટ ખોલવાનો વારો, ઓટોમેટિક ગેટ ખુલી શકે એ માટે ખાસ એજન્સી દ્વારા તમામ 30 ગેટોને સર્વિસિંગ કરવામાં આવી રહ્યું છે.જેમાં 30 માંથી 23 ગેટનું કાર્ડિયલ કમ્પોઉન્ડ લિકવીડ દ્વારા સર્વિસિંગ પુર્ણ કરવામાં આવ્યું છે.સાથે જે સરદાર સરોવર નર્મદા ડેમની દીવાલોને સ્પેશિયલ એપોક્ષી લિયર કલર કરવામાં આવી રહ્યો છે.જેથી વધુ પ્રમાણમાં ઉપરવાસ માંથી પાણી આવે તો પણ દીવાલોને કોઈ અસર કે હાનિ ન પહોંચે.જોકે આ કામ દર વર્ષે મેં અને જૂન માસમાં કરવામાં આવે છે.