06, સપ્ટેમ્બર 2024
અમદાવાદ ગુજરાત હાઇકોર્ટમાં વર્ષ ૨૦૧૩ માં એક જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી હતી. જે ૧૦ વર્ષથી ચાલી રહી હતી. આ અરજીમાં કહેવામાં આવ્યું હતું કે અમદાવાદના માણેક ચોકમાં રહેણાક વિસ્તારમાં કોમર્શિયલ બાંધકામ કરવામાં આવે છે. જેને લઇને એક વ્હિસલ બ્લોઅરે જાહેર હિતની અરજી દાખલ કરી હતી. જાે કે એએમસીનું કહેવું હતું કે આ મિશ્ર વિસ્તાર છે. કોર્ટે કહ્યું હતું કે લોકો પોતાના મકાનો કોમર્શિયલ બાંધકામ માટે આપે તો કોઈ શું કરે ? શું અરજદારને ખબર છે કે કયા નિયમો અંતર્ગત વિસ્તાર પૂર્ણ રહેણાક, પૂર્ણ કોમર્શિયલ કે મીશ્ર વિસ્તાર છે તે નક્કી કરાય છે? શહેરના માસ્ટર અને ઝોનલ પ્લાનમાં તે દર્શાવ્યું હોય છે. માણેક ચોક એક મિશ્ર વિસ્તાર છે, જેથી કોઈને કોમર્શિયલ પ્રવૃત્તિ કરતા રોકી શકાય નહિ. હજી સુધી જૂનો પોળ વિસ્તાર જેમ હતો તેવો જ છે, તેમાં કોઈ બદલાવ આવ્યો નથી. એએમસીએ જણાવ્યું હતું કે અમદાવાદને યુએનઈએસસીઓએ વર્લ્ડ હેરિટેજ શહેર જાહેર કર્યું છે. અહીં જૂની પોળો આવેલી છે. છેલ્લે વર્ષ ૨૦૨૦ માં અરજીમાં સુધાર બાદ અરજદાર તરફે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. અરજદારે પાર્કિંગ વિસ્તાર વગર કોઈ પણ કોમર્શિયલ બાંધકામને બીયુ પરમિશન નહીં આપવા માંગ કરી હતી. એએમસીએ જણાવ્યું હતું કે આ વિસ્તારમાં જૂના સોનીઓ પેઢીઓથી કામ કરતા આવ્યા છે.અરજીમાં પહેલા સોનીઓ દ્વારા પ્રદૂષણ કરાતું હોવાનું જણાવ્યું હતું. તેની ઉપર કાર્યવાહી કરાતા કેટલીક દુકાનો સીલ કરાઈ હતી. જાે કે જી૫ીસીબીના માર્ગદર્શન હેઠળ સોની કામમાં નવી ટેકનોલોજી લવાતા તે ફરિયાદ દૂર થઈ છે. આ દુકાનો ખોલાવવા સોનીઓ હાઇકોર્ટમાં આવ્યા હતા. અંહીની દુકાનો અને કોમર્શિયલ યુનિટોનો સર્વે પણ કરવામાં આવ્યો હતો. કોઈને જીપીસીબીના લાયસંસની જરૂર નથી. અગાઉ કેટલીક પોળોમાં કોમર્શિયલ પ્રવૃત્તિને લઈને સીલ મારવામાં આવ્યા હતા. જાે કે આ પોળો કોર્ટમાં આવી હતી. જાે રહેણાક વિસ્તારમાં કોઈ ગેરકાયદેસર કોમર્શિયલ પ્રવૃત્તિ કે બાંધકામ કરતું હોય તેના માટે અમદાવાદ મહાનગરપાલિકાને ફરિયાદ કરી શકાય છે. આ સાથે જ કોર્ટે અરજીનો નિકાલ કર્યો હતો.