અહિંયા બીભસ્ત ગાળો નહીં બોલવા બાબતે મારમારી, 4 આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ 
14, જુલાઈ 2021

અમદાવાદ-

અમરાઇવાડી વિસ્તારમાં આવેલા ન્યુ કોટન વિસ્તારમાં કામ ધંધો કરતાં અજય ભાઈ વણઝારાને ત્યાં આવી ને 4 વ્યક્તિઓ બોલાચાલી કરતાં અને ગંદી ગાળો બોલતા ગંદી ગાળો નહીં બોલવા બાબતે સમજવા જતા આરોપીઓ એ હાથ અને પગના ભાગે છરીના ઘા માર્યા હતા. આરોપીઓ એ મારમારી કરી અને ભાગી છૂટતા ફરિયાદી અજય ભાઈ એ અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં આ 4 આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી છે.

અમરાઇવાડી વિસ્તારમાં આવેલા ન્યુ કોટન વિસ્તાર ખાતે અજય ભાઈ વણઝારા જેઓ પાન નો ગલ્લો ચલાવી અને પોતાનું ગુજરાન ચલાવે છે. આકાશ પાન પાર્લર નામનો ગલ્લો ચલાવતા શિવા અગ્રવાલ, જે અવાર નવાર અજયભાઈના ગલલના આગળ પસાર થાય તેટલી વખત તેઓ ગાળો બોલતા જે બાબતે તેઓ સમજવા જતાં શિવાગ્રવાલ , તેનો ભાઈ વિક્કી અને તેના મિત્રો સુરજ અને આકાશ હાજર હતા અને શિવા ને કહ્યું કે તારા ભાઈ વિક્કી ને સમજાવીદે ગાળો બોલે નહીં વગર વાંકે બોલે નહીં જેથી ત્રણેયભાઇઓ આવેશમાં આવી જઈને સુરજ એ તેના હાથ માં રહેલા ચપ્પુ વડે ડાબા પગમાં સાથળ અને આગળ પાછળ ના ભાગે એક એક ઘા મારી નીચે પડી દીધો હતો. અને ગડદા પાટુનો મારમાર્યો હતો. અજય ને તાત્કાલિક 108 મારફતે એલ જી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં અતેમને સારવાર આપવામાં આવી હતી. ફરિયાદી એ આ અંગે ની પોલીસ ફરિયાદ અમરાઈવાડી પોલીસ સ્ટેશમાં નોધાઈ હતી. જોકે આ અંગે પોલીસે વિકી અને તેના મિત્ર સુયાજ તથા તેના બીજા ભાઈ વિરુદ્ધ મરમારીની ફરિયાદ નોદધિ તપાસ હાથ ધરી છે. 

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution