'મંગળસૂત્ર'ની સરખામણી 'કુતરાની ચેન' સાથે કરતા ગોવાની પ્રોફેસર સામે નોંધાઈ ફરિયાદ
10, નવેમ્બર 2020

ગોવા-

ગોવા લો કોલેજની એક આસિસ્ટેન્ટ પ્રોફેસર શિલ્પા સિંહ સામે ઇરાદાપૂર્વક ધાર્મિક ભાવનાઓને દુઃખ પહોંચાડવાના આરોપમાં એફઆઈઆર નોંધવામાં આવી છે. આ એફઆઈઆર રાષ્ટ્રીય હિન્દુ યુવા વાહિની ગોવા યૂનિટના રાજીવ ઝાએ નોંધાવી છે. આસિસ્ટેન્ટ પ્રોફેસર શિલ્પા સિંહે આ વર્ષ 21 એપ્રિલના સોશિયલ નેટવર્કિંગ સાઈટ ફેસબુક પર એક પોસ્ટ લખી, જેમાં તેણે પિતૃ સત્તા અને સિદ્ધાંતોને પડકાર આપતા 'મંગળસૂત્ર'ની સરખામણી 'કુતરાની ચેન' સાથે કરી કરી હતી.

પોંડા, સાઉથ ગોવાના રહેવાસી રાજીવ ઝાએ તેની આ પોસ્ટ સામે ગોવા પોલિસમાં એફઆઈઆર નોંઘાવી હતી. ઝાએ આરોપ લગાવ્યો છે કે, શિલ્પા સિંહે હિન્દુ ધર્મને લઇને સોશિયલ મીડિયા પર અપમાનજનક કોમેન્ટ કરી છે અને ધાર્મિક ભાવનાનો મજાક ઉડાવ્યો છે. તો બીજી તરફ શિલ્પા સિંહે પણ પોલીસ પાસે સુરક્ષા માંગી, તેને કહ્યું કે, તેને સોશિયલ મીડિયા પર ધમકી ભર્યા મેસેજ આવી રહ્યાં છે અને તેના જીવને જાેખમ છે તેથી તેને સુરક્ષા આપવામાં આવે. આ મામલે શિલ્પા સિંહની વિરુદ્ધ એબીવીપીએ પણ કોલેજમાં ફરિયાદ કરી હતી,

જેના પર કોલેજે કોઇપણ એક્શન લેવાનો ઇન્કાર કર્યો છે. એબીવીપીએ આરોપ લગાવ્યો હતો કે પ્રોફેસર શિલ્પા સિંહ એક ધર્મ વિશેષ વિરુદ્ધ સમાજમાં નફરતના વિચાર ફેલાવી રહી છે. એબીવીપીની માંગ હતી કે, તેમને તાત્કાલીક હટાવવામાં આવશે. ફરિયાદકર્તા રાજીવ ઝાએ કહ્યું કે, તે એબીવીપીના કેસ વિશે જાણે છે, પરંતુ તેઓ આ પાર્ટીમાં નથી. તેમણે ફરિયાદ વ્યક્તિગત ક્ષમતાના આધારે નોંધાવી છે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution