વલસાડ, તા.૧ 

વલસાડમાં બાયો - ડીઝલ ના નામથી અન્ય પ્રદાર્થનું અનધિકૃત રીતે વેંચાણ થતા હોવાની માહિતી પેટ્રોલ - પંપ ડીલરોને મળતા વલસાડ પેટ્રોલ-પંપ એસોસિયેશન હરકત માં આવ્યું છે. બાયો-ડીઝલ ના નામ ની આડ માં કેમિકલ/ઇંધણ ના વેચાણ કરતા લોકો પર તત્કાલ ધોરણે કાયદેસર પગલાં ભરવા પેટ્રોલ-પંપ એસોસિયેશને વલસાડ કલેકટર ને લેખિત માં ફરિયાદ કરી છે.

 સરકારે૧/૪/૨૦૨૦ થી બી.એસ. -૬ ના ધારા - ધોરણ મુજબનું ઈધણ ( પેટ્રોલ - ડીઝલ ) દરેક વાહનને મળી રહે તેવી વ્યવસ્થા કરી છે પરંતુ સંબંધિત તંત્ર ની બેદરકારી ને કારણે વલસાડમાં બાયો ડીઝલના નામ ના આડમાં અન્ય કેમીકલ / ઈધણ વાહન વાહનચાલકો ને સરેઆમ વેંચવામાં આવી રહ્યા ની બુમ ઉઠી છે. બાયોડીઝલ ની આડમાં કેમીકલ ઈધણ ના ગેર કાયદેસર વેંચાણથી રાજ્ય તથા કેન્દ્ર સરકારને ડીઝલ ઉપર મળતા વેરા સરકાર સુધી પહોચતા નથી જેથી રાજકોશ અને પર્યાવરણને નુકશાન થાય છે તથા આવા ઈધણથી ચાલતા વાહનો લાંબા સમયે ખરાબ થઈ જતાં હોય છે.