ભારતમાં કોરોનાથી એક દિવસમાં 2,020ના મોત થતા ચિંતામાં વધારો
13, જુલાઈ 2021

દિલ્હી-

ભારતમાં કોરોનાના નવા કેસમાં સતત ફરી એકવાર ઘટાડો નોંધાવાનું શરુ થયું છે. જેમાં ૧૧૮ દિવસ પહેલા ૨૪ કલાકમાં નોંધાયા હતા તેટલા ઓછા કેસ નોંધાયા છે. પરંતુ ૨૪ કલાકમાં વધુ ૨૦૦૦થી વધુ મોત નોંધાયા છે. જ્યારે ગઈકાલની સરખામણીમાં આજે મોટો ઘટાડો નોંધાયો છે. ગઈકાલે દેશમાં ૩૭,૧૫૪ નવા કેસ નોંધાયા હતા અને ૭૨૪ દર્દીઓના મોત થયા હતા. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે દેશમાં કોરોનાના નવા ૩૧,૪૪૩ કેસ નોંધાયા છે, જ્યારે ૨૦૨૦ દર્દીઓના મોત થઈ ગયા છે. દેશમાં ૧૧૮ દિવસ બાદ ૨૪ કલાકમાં સૌથી ઓછા નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે દેશમાં રિકવરી રેટ વધીને ૯૭.૨૮% થયો.

દેશમાં ફરી એકવાર લાંબા સમય પછી કોરોનાના લીધે એક જ દિવસમાં ૨૦૦૦થી વધુ દર્દીઓના મોત થયા કુલ મૃત્યુઆંક વધીને ૪,૧૦,૭૮૪ થઈ ગયો છે. વધુ ૪૯,૦૦૭ દર્દીઓ સાજા થવાની સાથે કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા ૩,૦૦,૬૩,૭૨૦ થઈ ગઈ છે.સાજા થનારા દર્દીઓ નવા કેસની સરખામણીમાં વધુ નોંધાતા એક્ટિવ કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. આજે નવા જાહેર કરાયેલા આંકડા પ્રમાણે કુલ એક્ટિવ કેસ ઘટીને ૪,૩૨,૭૭૮ થઈ ગયા છે.

દેશમાં પાછલા ૨૪ કલાકમાં કોરોના વાયરસની રસીના કુલ ૪૦,૬૫,૮૬૨ ડોઝ લગાવવામાં આવ્યા, જેની સાથે કુલ ડોઝની સંખ્યા ૩૮,૧૪,૬૭,૬૪૬ થઈ ગઈ છે.આઇસીએમઆર મુજબ ભારતમાં કોરોનાની તપાસ માટે ૧૧ જુલાઈ સુધીમાં કુલ ૪૩,૨૩,૧૭,૮૧૩ સેમ્પલ લેવામાં આવ્યા છે. જ્યારે ગઈકાલે વધુ ૧૪,૩૨,૩૪૩ સેમ્પલ લેવામાં આવ્યા હતા.કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ દેશમાં હાલ કોરોનાથી રિકવરી રેટ ૯૭.૨૮% પર પહોંચ્યો છે. વીકલી પોઝિટિવિટી રેટ ઘટીને ૨.૨૮ ટકા થયા છે જ્યારે ડેઈલી પોઝિટિવિટી રેટ ૧.૮૧ ટકા છે. 

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution