અમદાવાદ-

ગુજરાતની 81 નગરપાલિકાની સામાન્ય ચૂંટણી તથા 23 નગરપાલિકાઓની પેટાચૂંટણી રવિવારે યોજાઇ હતી. બારડોલી નગરપાલિકા ભાજપે જીતી લીધી 36 પૈકી 20 બેઠક કબજે કરી લીધી છે. 2720 બેઠકો પૈકી 92 બેઠકો બિનહરીફ થઈ છે. જ્યારે આજે સવારે શરૂ થયેલી મતગણતરી મુજબ અત્યારે ભાજપ 53, કોંગ્રેસ 12 અને અન્ય 1 બેઠક પર આગળ ચાલી રહી છે. આણંદપાલિકા વોર્ડ 1માં કોંગ્રેસની પેનલ તૂટી હતી અને ત્રણ બેઠક જીતી છે જ્યારે એક બેઠક ભાજપે જીતી છે. ભાજપે વગર ચૂંટણીએ જ બે નગરપાલિકાઓ પર જીત મેળવી લીધી છે. જેમાં કડીમાં 36માંથી 26 બેઠક બિનહરીફ અને ઉના નગરપાલિકાની 36માંથી 26 બેઠક બિનહરીફ મેળવી કબજો કરી લીધો છે.

રવિવારે રાજ્યમાં નગરપાલિકાના યોજાયેલા મતદાનમાં સરેરાશ 59 ટકા મતદાન નોંધાયું હતું. ગુજરાત રાજ્ય ચૂંટણી પંચે જાહેર કરાયેલાં આંકડા મુજબ આ વખતે ગ્રામીણ વિસ્તારોમાં શહેરી વિસ્તારો કરતાં લગભગ દોઢ ગણું મતદાન નોંધાયું. બારેજામાં 76.52 ટકાનું જંગી મતદાન જ્યારે સૌથી ઓછું મતદાન ગાંધીધામ નગરપાલિકામાં 40.14 ટકા નોંધાયું હતું.

બારડોલી નગરપાલિકા ભાજપે જીતી લઈને 36 પૈકી 20 બેઠક કબજે કરી, રાજ્યમાં 81 નગરપાલિકામાં ભાજપ 53, કોંગ્રેસ 12 અને અન્ય 1 બેઠક પર આગળ હોવાનું જાણવા મળ્યું છે.