ગાંધીનગર-

ગુજરાતમાં કોંગ્રેસને સૌરાષ્ટ્રમાં એક પછી એક બે ઝટકા પછી આજે દક્ષિણ ગુજરાતમાં મોટો ઝટકો લાગ્યો છે. ભારતીય ટ્રાયબલ પાર્ટીએ રાજસ્થાનમાં કોંગ્રેસની ગેહલોત સરકારને આપેલો ટેકો પરત ખેંચ્યા પછી હવે ગુજરાતમાં પણ ટેકો પરત ખેંચ્યો છે. આ અંગે બીટીપીના અધ્યક્ષ છોટુભાઈ વસાવાએ ટ્વીટ કરીને માહિતી આપી છે અને જણાવ્યું છે કે, ગુજરાતમાં ભરુચ અને નર્મદા જિલ્લા પંચાયતમાં કોંગ્રેસ સાથેનું ગઠબંધન ખતમ થયું છે.

રાજસૃથાનમાં ગેલહોત સરકારને ફટકો લાગ્યો છે. સરકારને સમર્થન આપી રહેલી ભારતીય ટ્રાયબલ પાર્ટી (બીટીપી)ના બે ધારાસભ્યોએ ટેકો પરત લઇ લીધો છે. પક્ષના બન્ને ધારાસભ્યો અત્યાર સુધી ગેહલોત સરકારને ટેકો આપતા રહ્યા છે પણ હવે તેને પરત લઇ લીધો છે. આ પગલુ ભરવા પાછળનું કારણ બીટીપી કોંગ્રેસથી નારાજ હોવાનું મનાઇ રહ્યું છે. બીટીપીના બે ધારાસભ્ય રાજકુમાર રોત અને રામપ્રસાદે પાર્ટીના અધ્યક્ષ અને ગુજરાતના ધારાસભ્ય છોટુભાઇ વસાવા સમક્ષ પણ સમર્થન પરત લેવાની વાત કરી હતી. જેના પર અમલ કરતી વેળાએ તેઓએ પોતાનું સમર્થન પરત લઇ લીધુ છે. આ બન્ને ધારાસભ્યોએ પાયલટની નારાજગી વચ્ચે પણ કોંગ્રેસના કેસી વેણુગોપાલ અને નીરજ ડાંગીના પક્ષમાં મતદાન કર્યું હતું. છોટુ વસાવાએ કારણ આપતાં જણાવ્યું હતું કે, રાજસ્થાનમાં અમારી સાથે દગ્ગો થયો છે. એટલા માટે અમે અહીં પણ ગઠબંધન તોડવાના છીએ. તેમણે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં તકલીફ નહીં પડે, તેમ જણાવ્યું હતું. આ ઉપરાંત તેમણે ભાજપ અને કોંગ્રેસ બંને સરખા જ હોવાનું અને ભાજપને પણ સાથ નહીં આપે તેમ જણાવ્યું હતું.