28, જુન 2025
1683 |
નવીદિલ્હી: ભાજપે સંગઠનમાં સંદેશાવ્યવહારને વધુ સુધારવાનો ર્નિણય લીધો છે. હવે મોદી સરકારના રાજ્યમંત્રીઓ ભાજપ મુખ્યાલયમાં ફરજ પર રહેશે. નવી પહેલ હેઠળ, મોદી સરકારના રાજ્યમંત્રીઓ અઠવાડિયામાં ૬ દિવસ સવારથી સાંજ સુધી મુખ્યાલયમાં ફરજ પર રહેશે. મોદી સરકારના રાજ્યમંત્રીઓને સોમવારથી શનિવાર સુધી દરરોજ સવારે ૧૧ થી સાંજે ૫ વાગ્યા સુધી ભાજપ મુખ્યાલયમાં ફરજ પર મૂકવામાં આવ્યા છે. બધા કેન્દ્રીય રાજ્યમંત્રીઓ પક્ષના નેતાઓ અને કાર્યકરો સાથે મળીને કામ કરશે.રાજ્યમંત્રીઓ સંગઠન અને સરકાર વચ્ચે વધુ સારા સંકલન અને ભાજપના કાર્યકરોને સાંભળવા માટે જવાબદાર રહેશે.૨૮ જૂને, મહિલા અને બાળ વિકાસ રાજ્યમંત્રી સાવિત્રી ઠાકુર આખો દિવસ ભાજપ મુખ્યાલયમાં બેઠયા હતાં. ૩૦ જૂને સંરક્ષણ રાજ્યમંત્રી ભાજપ મુખ્યાલયમાં રહેશે. ૧ જુલાઈએ માર્ગ પરિવહન રાજ્યમંત્રી ત્યાં રહેશે. ૨ જુલાઈએ આદિજાતિ બાબતોના રાજ્યમંત્રી દુર્ગા દાસ ત્યાં રહેશે, ૩ જુલાઈએ માહિતી અને પ્રસારણ રાજ્યમંત્રી ફરજ પર રહેશે, ૪ જુલાઈએ સહકાર રાજ્યમંત્રી કૃષ્ણપાલ ગુર્જર ભાજપ મુખ્યાલયમાં ફરજ પર રહેશે.સંગઠન અને સરકાર વચ્ચે સંકલનને વધુ મજબૂત બનાવવા માટે ભાજપે એક નવી વ્યૂહાત્મક પહેલ શરૂ કરી છે.