ન્યુ દિલ્હી,


દેશમાં છેલ્લાં ૨૪ કલાકમાં કોરોના રોગચાળાના ૧૦ હજાર ૮૭૯ સંક્રમિત દર્દીઓ સાજા થયાની સાથે તેની સામે આ જ સમયગાળામાં ૧૪,૯૩૩ નવા કેસો નોંધાયા હતા. એક રીતે જાતાં છેલ્લાં કેટલાક દિવસથી દરરોજ લગભગ ૧૫ હજાર નવા કેસ સામે આવી રહ્યા છે. દેશમાં અત્યાર સુધી આ જીવલેણ ચાઇના વાયરસને કારણે ૧૪ હજારથી વધારે લોકોના મોત થઈ ગયા છે.જ્યારે, વિશ્વ આરોગ્ય સંસ્થાએ ભારત અંગે એવો અભિપ્રાય આપ્યો હતો કે, ભારતમાં સંક્રમણના કેસ વધવાનું કારણ તપાસ દરમાં થયેલો વધારો નથી. 

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા આજે મંગળવારે સવારે જાહેર કરાયેલા છેલ્લાં ૨૪ કલાકના આંકડા મુજબ, દેશમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યા ૪,૪૦,૨૧૫ થઈ ગઈ છે. જેમાંથી ૧,૭૮,૦૧૪ એકટીવ કેસ છે જ્યારે અત્યારસુધીમાં સાજા થયેલા લોકોની સંખ્યા ૨,૪૮,૧૯૦ છે. આ ઉપરાંત ૩૧૨ લોકોના મોત થતાં કુલ હાલમાં મૃત્યુઆંક ૧૪,૦૧૧ થઈ ગયો છે.

દેશના પાટનગર દિલ્હીમાં એક જ દિવસમાં કોરોનાના ૨,૯૦૯ નવા કેસ સામે આવ્યા હતા સાથે કુલ કેસોની સંખ્યા ૬૨,૬૫૫ પર પહોંચી ગઈ છે જેમાંથી ૨૩,૮૨૦ એકટીવ કેસ છે અને ૩૬,૬૦૨ લોકો સાજા થઈ ગયા છે. તમિલનાડુમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યા ૬૨,૦૮૭ પર પહોંચી ગઈ છે જેમાંથી ૭૯૪ લોકોના મોત થઈ ગયા છે.

દેશમાં કોરોના સંક્રમિતોનો આંકડો ૪.૪૦ લાખ થયો છે. છેલ્લા ૨૪ કલાકમાં ૧૪૯૩૩ નવા કેસ પ્રકાશમાં આવ્યા છે.. સોમવારે ૧૦ હજાર ૮૭૯ દર્દીઓ સાજા થઈ ગયા છે અને ૩૧૨ લોકોના મોત થયા છે. સૌથી વધુ મહારાષ્ટમાં ૩૭૨૧ નવા મામલાઓ અને સૌથી વધુ ૧૧૩ મોત થયા છે. દિલ્હીમાં ૨૯૨૯ દર્દીઓ વધ્યા, જ્યારે સૌથી વધુ ૩૫૮૯ દર્દીઓ સાજા થયા છે. દેશમાં કુલ એકટીવ કેસમાં માત્ર ૨૩૫૭ દર્દીઓ વધ્યા છે. અત્યાર સુધીમાં કુલ ૧.૭૮ લાખ એકટીવ કેસ છે. ૨.૪૮ લાખ દર્દીઓ સાજા થઈ ચૂકયા છે, જ્યારે ૧૪ હજાર સંક્રમિતોના મોત થયા છે.

૫ રાજ્યોમાં કોરોનાના કેસોની સ્થતિની વિગતોમાં મહારાષ્ટ સોમવારે ૩૭૨૧ સંક્રમિત મળ્યા અને ૧૧૩ના મોત થયા છે.નૌકા દળના જહાજ આઈએનએસ શિવાજીના ૮ કેડેટ્‌સનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મુંબઈમાં ૧૦૯૮, ઠાણેમાં ૧૦૦૨ કેસ વધ્યા. રાજ્યમાં સંક્રમિતોની સંખ્યા ૧ લાખ ૩૫ હજાર ૭૯૬ થઈ છે, તેમાંથી ૬૧ હજાર ૭૯૩ એકટીવ કેસ છે. કોરાનાથી અત્યાર સુધીમાં ૬૨૮૩ લોકોએ જીવ ગુમાવ્યા છે.

મધ્યપ્રદેશમાં ૧૭૫ કેસ પ્રકાશમાં આવ્યા છે અને ૬ લોકોના મોત થયા છે. સૌથી વધુ ૪૪ કેસ ઈન્દોરમાં મળ્યા છે. ભોપાલમાં ૨૩, જબલપુરમાં ૧૨, નીમચ અને મુરૈનામાં ૧૧-૧૧ દર્દીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં ૧૨ હજાર ૭૮ કેસ પ્રકાશમાં આવ્યા છે. તેમાંથી ૯૨૧૫ દર્દીઓ સાજા થયા છે. કોરોનાથી અત્યાર સુધીમાં ૫૨૧ લોકોએ જીવ ગુમાવ્યા છે.

રાજસ્થાનમાં ૩૦૨ દર્દીઓના કોરોનાના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે અને ૯ લોકોએ જીવ ગુમાવ્યા છે. જાધપુરમાં ૪૫, જયપુરમાં ૪૨ અને ધૌલપુરમાં ૧૩ કેસ વધ્યા છે. રાજ્યોમાં સંક્રમિતોની સંખ્યા ૧૫ હજાર ૨૩૨ થઈ ગઈ છે, તેમાંથી ૨૯૬૬ એકટીવ કેસ છે. કોરોનાથી અત્યાર સુધીમાં ૩૫૬ લોકોના મોત થયા છે.

દેશના સૌથી મોટા રાજ્ય ઉતરપ્રદેશ ૫૯૧ દર્દીઓ વધ્યા અને ૧૯ લોકોએ જીવ ગુમાવ્યો છે. ગૌતમબુદ્ધનગરમાં ૯૭ અને લખનઉમાં ૨૯ પોઝિટિવ કેસ મળ્યા છે. રાજ્યમાં સંક્રમિતોની સંખ્યા ૧૮ હજાર ૩૨૨ એ પહોંચી છે. અહીં કોરોનાથી અત્યાર સુધીમાં ૫૬૯ લોકોએ જીવ ગુમાવ્યો છે.

જ્યાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે તે બિહારમાં સંક્રમણના ૨૨૮ નવા કેસ પ્રકાશમાં આવ્યા અને એકનું મોત થયું છે. તેમાંથી સૌથી વધુ પટનામાં ૩૬, મધુબની અને સીવાનમાં ૨૭-૨૭, જ્યારે સમસ્તીપુરમાં ૧૮ કેસ વધ્યા. રાજ્યમાં સંક્રમિતોનો આંકડો ૭ હજાર ૮૯૩ થઈ ગયો છે, તેમાંથી ૨૦૭૪ એકટીવ કેસ છે. કોરાનાથી અત્યાર સુધીમાં ૫૨ લોકોએ જીવ ગુમાવ્યો છે.