રાજપીપળા

નર્મદા જિલ્લામાં કોરોનાના કેસોમાં દિન પ્રતિદિન ખૂબ વધારો નોંધાઈ રહ્યો છે.૩૦ મી માર્ચે નર્મદા જિલ્લામાં કોરોનાના અત્યાર સુધીના સૌથી વધુ આર.ટી.પી.સી.આર ટેસ્ટમાં ૧૪ અને એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં ૨૩ કેસ મળી કુલ ૩૭ કેસ નોંધાતા લોકોમાં ફફળાટ ફેલાયો છે.આમ, જિલ્લામાં આજદિન સુધી આર.ટી.પી.સી.આર ટેસ્ટમાં ૧૧૨૯, એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં ૧૦૨૭ અને ટ્રૂ નેટ ટેસ્ટમાં ૬૭ દરદીઓ સહિત જિલ્લામા પોઝિટિવ દર્દીઓની કુલ સંખ્યા ૨૨૨૩ નોંધાવા પામી છે.

રાજપીપળાની કોવિડ હોસ્પિટલમાંથી સાજા થયેલા ૩૬ દર્દીઓને રજા અપાતા, જિલ્લામાં આજ દિન સુધી કોવીડ હોસ્પિટલમાંથી સાજા થયેલા ૧૧૪૩ દર્દીઓ, કોવીડ કેર સેન્ટરમાંથી સાજા થયેલા ૯૧૬ દર્દીઓને સહિત કુલ-૨૦૫૯ દર્દીઓને રજા આપવામાં આવી છે.આમ, હોમ આઇસોલેશનમા ૧૨૪ દર્દીઓ ઉપરાંત રાજપીપલાની કોવિડ હોસ્પિટલ ખાતે આજની સ્થિતિએ હવે ૨૩ દર્દીઓને, સુરત ખાતે ૩ અને વડોદરા ખાતે ૧૧ દર્દીઓને સહિત કુલ-૧૬૧ દર્દીઓને સારવાર હેઠળ છે.ગત રોજ આર.ટી.પી.સી.આર ટેસ્ટમાં ૭૯ અને એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં ૬૧૫ સહિત કુલ-૬૯૪ ટેસ્ટ સેમ્પલ ચકાસણી માટે એકત્ર કરાયેલ છે. નર્મદા જિલ્લામાં આજે તા.૩૦ મી માર્ચ, ૨૦૨૧ ના રોજ આરોગ્ય ટૂકડીઓ દ્વારા કુલ-૪૯,૮૫૨ વ્યક્તિઓનું ડોર-ટુ-ડોર સર્વે કરવામાં આવ્યું છે, જેમાં શરદી-ખાંસીના ૨૨ દર્દીઓ, તાવના ૨૭ દર્દીઓ, ઝાડાના ૧૨ દર્દીઓ સહિત કુલ-૬૧ જેટલા દર્દીઓ ચકાસણી દરમિયાન મળી આવતાં આ દર્દીઓને જરૂરી સારવાર પુરી પાડવામાં આવી છે.તેની સાથો સાથ આયુર્વેદિક ઉકાળાનો આજદિન સુધી ૧૦૦૧૧૭૦ લોકોએ લાભ લીધો હતો અને હોમિયોપેથી રક્ષણાત્મક ઉપાય તરીકે આર્સેનિક આલ્બમ-૩૦ પોટેન્સી ગોળી ૯,૦૪,૨૦૯ લોકોને વિતરણ કરાઇ છે.