લેટિન અમેરિકા-

લેટિન અમેરિકા ના એક દેશમાં કોરોનાએ સૌથી વધુ ભોગ Journalistઓનો લીધો હોવાના અહેવાલ મળ્યા હતા. દુનિયાભરમાં આટલા બધા પત્રકારો કોઇ દેશમાં કોરોનાથી મર્યા નથી. ચર્ચમાં 22 Journalistની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરાઈ હતી.

કૉલેજ ઑફ જર્નલિસ્ટ ઑફ લીમાએ જણાવ્યું હતું કે એક ચર્ચમાં કેથોલિક પાદરીએ ઓછામાં ઓછા 22 Journalistની આત્માની શાંતિ માટે ઓનલાઇન એક પ્રાર્થના સભાનું આયોજન કર્યું હતું. આ પત્રકારોમાં 19 પુરુષ અને 3 મહિલાનો સમાવેશ થયો હતો. કોરોનાને કારણે સૌથી વધુ પત્રકારોના મોતમાં પેરુ પ્રથમ ક્રમાકે આવે છે. 

અન્ય દેશોની જેમ અહીં પણ કોરોના વોરિયર્સ મોટી સંખ્યામાં મૃત્યુ પામ્યા હતા. પરંતુ મિડિયાકર્મીની બાબતમાં વિશ્વના સૌથી વધુ પત્રકારો અહીં કોરોનાના પગલે મરણ પામ્યા હતા. લીમાના નેશનલ એસોસિયેશન ઑફ જર્નલિસ્ટ્સ ઑફ પેરુના મહામંત્રી જુલિયાના લાઇનેઝે કહ્યું હતું કે મિડિયાકર્મીઓ આટલી મોટી સંખ્યામાં કોરોનાથી મરણ પામે તો જનતાની સ્થિતિ કેવી હશે એની કલ્પના તમે કરી શકો છો.

અત્યારસુધીમાં 82 પત્રકારોના કોરોનાને કારણે મોત થયા છે. એસોસિયેશનના દાવા મુજબ પેરુમાં આ વર્ષના માર્ચની 16મીથી ઑગષ્ટની 17મી સુધીમાં કુલ 82 પત્રકારો કોરોનાના પગલે મૃત્યુ પામ્યા હતા. પેરુની કુલ વસતિ 3 કરોડ 30 લાખ છે. અત્યાર સુધીમાં કોરોનાના કારણે 26,800 જણ માર્યા ગયા હતા. એમાં 82 પત્રકારોનો સમાવેશ થયો હતો. ઘણા પત્રકારો ફ્રીલાન્સર હતા અને બીજા કેટલાક અમેરિકી ટીવી, રેડિયો અને ન્યૂઝ એજન્સીઓ માટે કામ કરતા હતા.