અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કોરોના વિસ્ફોટ, ઓક્સિજનની માગ વધી
28, નવેમ્બર 2020

અમદાવાદ-

રાજ્યમાં કોરોનાના કેસમાં અસંખ્ય વધારો થઇ રહ્યો છે. જેને સરકાર સફાળું જાગી ગયું છે. ત્યારે અમદાવાદમાં કોરોનાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. આ વચ્ચે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કોરોના વિસ્ફોટ થયેલો જાેવા મળે છે. ત્યારે ગઇકાલે કોરોનાનાં ચેપના ફેલાવાના ગ્રાફમાં અમદાવાદ કોર્પોરેશન ૩૨૫ કેસ આવ્યા હતા. ત્યારે હવે સિવિલ હોસ્પિટલમાં કોરોના કેસમાં વધારો થયો છે. જેને લઇને ઓક્સિજનની જરૂરિયાતમાં દોઢ ગણો વધારો નોંધાયો છે. દૈનિક ૪૦ હજાર લીટર ઓક્સિજન વપરાય છે.

મળતી માહિતી અનુસાર અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કોરોના કેસમાં વધારો થઇ રહ્યો છે. આ વચ્ચે ગંભીર દર્દીઓની સંખ્યા વધતા ઓક્સિજનની માગ વધી છે. સિવિલ હોસ્પિટલમાં ૨૦ હજાર લીટરની ટેન્ક દિવસમાં બે વખત ભરાય છે અને રોજના ૪૦ હજાર લીટર ઓક્સિજન વપરાય છે. તે સિવાય રેમડેસિવિર, ટોસિલીઝુમેબ ઇન્જેક્શનનો વપરાશ ૬૦ ટકા વધ્યો છે.

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઓકસીજનની જરૂરિયાત માં દોઢ ગણો થયો વધારો થયો છે. દિવાળી પહેલા આ ટેન્ક બે દિવસમાં એક વખત ભરવામાં આવતી હતી. જ્યારે હવે એક દિવસમાં બે વખત ભરાય છે. રોજનો ૪૦ હજાર લિટર ઓક્સિજન ૧૨૦૦ બેડ કોવિડ હોસ્પિટલમાં વપરાય રહ્યો છે. ઉલ્લેખીય છે કે કોરોના કેસમાં સતત વધારો નોંધાતા તંત્ર દ્વારા અમદાવાદમાં રાત્રી કરફ્યૂ પણ જાહેર કરવામાં આવ્યો છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution