વુહાનના સી-ફૂડ માર્કેટમાંથી કોરોના ફેલાયો નથી :ચીન
01, જુન 2020

બેઇજિંગ, તા.૩૧

ચીને માન્યું છે કે, કોરોના વાયરસ વુહાનના જંગલી પ્રાણીઓના માર્કેટથી ફેલાયો નથી. ગ્લોબલ ટાઈમ્સના રિપોર્ટ મુજબ, ચીનના સેન્ટર ફોર ડિઝીઝ કન્ટ્રોલ અને પ્રિવેન્શનના ડિરેક્ટર ગાઓ ફૂએ જણાવ્યું છે કે, શરૂઆતમાં અમે માન્યું કે સી-ફૂડ માર્કેટથી વાયરસ ફેલાયો હતો પરંતુ હવે લાગે છે કે માર્કેટ વિક્ટમ બની ગયું. નોવેલ કોરોના વાયરસ ઘણા સમય પહેલાથી જ હાજર હતો. 

ગાઓ ફૂએ જણાવ્યું કે, તેઓ જાન્યુઆરીની શરૂઆતમાં વુહાન ગયા હતા. પરંતુ કોઈપણ જીવના સેમ્પલમાં વાયરસના લક્ષણ મળ્યા નહતા. વાયરસના ક્યાં ફેલાયો તે જાણવા માટે ચીનના વૈજ્ઞાનિકો ખૂબ જ મહેનત કરી રહ્યા છે. 

વાયરસના કેસ સામે આવ્યા બાદથી ચીન જણાવી રહયા છે કે આ વાયરસ જંગલી પ્રાણીઓના માર્કેટથી ફેલાયો છે પરંતુ અમેરિકા સહિત અનેક દેશો આક્ષેપ કરી રહ્યા છે કે કોરોના વાયરસ વુહાનના માર્કેટ પાસે સ્થિતિ વાયરોલોજી ઈન્સ્ટીટ્યૂટની લેબમાંથી લીક થયો છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution