દિલ્હી-

એમ્સમાં સર્જરી વિભાગના અધ્યક્ષ ડોક્ટર અનુરાગ શ્રીવાસ્તવ કહે છે કે સાવરણીના ઉપયોગ અને ખુલ્લામાં કચરો રાખવાથી પણ કોરોના સંક્રમણ વધે છે. આ વાયરસ કોઈ પણ જગ્યાએ 3થી 5 દિવસ સુધી રહે છે. સંક્રમિત છીંક ખાય કે ખાંસી ખાય તો પણ તેના શરીરથી નીકળતા વિષાણુના કણ આસપાસની જગ્યાએ ફેલાય છે.

સાર્વજનિક સ્થાનોએ કચરો વાળતી સમયે આ કણ ધૂળ માટીમાં ફેલાય છે. આ સમયે કોઈ વ્યક્તિ અહીંથી પસાર થાય છે તો અહીં વાયરસ શ્વાસની મદદથી વ્યક્તિના શરીરમાં પ્રવેશ કરે છે. તેનાથી વાયરસને ફેલાવવામાં મદદ મળે છે. ડોક્ટરે અપીલ કરી છે કે ૨ ઓક્ટોબરે સાવરણા કે સાવરણીને બદલે સ્વચ્છતા અભિયાનમાં વેક્યૂમ ક્લીનરનો ઉપયોગ કરવામાં આવે. ડોક્ટર્સના જણાવ્યા અનુસાર લોકો કોરોના સાથે જાેડાયેલા કચરા, માસ્ક, ગ્લવ્ઝ, પીપીઈ કિટને ખુલ્લામાં ન નાંખે. આ કચરો એક બેગમા બંધ કરીને ૩ દિવસ રહેવા દો. આ પછી તેને યોગ્ય સ્થાને નાંખો. આમ કરવાથી કચરો એકત્રિત કરનારાને પણ સંક્રમણ લાગશે નહીં.