આ રાજયમાં કોરોનાનો કહેર યથાવત, અહિંયા હવે વેક્સિનના બંને ડોઝનું પ્રમાણપત્ર ફરજિયાત 
02, ઓગ્સ્ટ 2021

દિલ્હી-

ભારતમાં કોરોનાનાં દૈનિક કેસમાં થોડો વધારો જોવા મળી રહ્યો છે. જો કે આ પાછળનું કારણ કેરળ રાજ્ય કહી શકાય. કેરળમાં દેશનાં 50 ટકા કોરોનાનાં કેસ સામે આવી રહ્યા છે. કેરળમાં કોરોના વાયરસનાં સંક્રમણનાં વધતા જતા કેસો વચ્ચે, તમિલનાડુ સરકારે રવિવારે કહ્યું કે, 5 ઓગસ્ટથી પડોશી રાજ્યમાંથી આવતા લોકો માટે RT-PCR ટેસ્ટ રિપોર્ટ અથવા વેક્સિનનાં બંને ડોઝનું પ્રમાણપત્ર ફરજિયાત કરવામાં આવ્યું છે. વળી, કર્ણાટક સરકાર દ્વારા માત્ર તે જ લોકોને રસી આપવામાં આવી છે જેમને કેરળમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી છે. કર્ણાટક વહીવટીતંત્રએ કેરળથી આવતા જાહેર વાહનો પર પણ પ્રતિબંધ મુક્યો છે. જણાવી દઈએ કે, કેરળમાં કોરોનાનો વધતા જતા કેસો વચ્ચે, પડોશી રાજ્યોએ અહીંથી અવર-જવર પર પ્રતિબંધ મૂક્યો છે. જણાવી દઈએ કે છેલ્લા 6 દિવસમાં કેરળમાં 1 લાખથી વધુ કોરોના સંક્રમણનાં કેસ નોંધાયા છે. આવી સ્થિતિમાં, પડોશી રાજ્યો કેરળ, તામિલનાડુ અને કર્ણાટકમાં નિયમો કડક કરવામાં આવ્યા છે. કેરળથી આવતા લોકો માટે તમિલનાડુ સરકાર દ્વારા RTPCR ટેસ્ટ ફરજિયાત કરવામાં આવ્યું છે, કર્ણાટક સરકારે કેરળથી આવતા લોકો માટે વેક્સિન લેવાનું ફરજિયાત બનાવ્યું છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution