દિલ્હી-

અયોધ્યામાં 5 ઓગસ્ટના રોજ કોરોનાની વચ્ચે રામ મંદિરનું ભૂમિપૂજન થવા જઈ રહ્યું છે.ત્યારે રામ મંદિરમાં કોરોનાનું સંકટ તોળાઈ રહ્યું છે. અહીંના એક પુજારી સહિત 16 પોલીસ કર્મીઓ પોઝિટિવ આવ્યા છે. જેમને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે.

અયોધ્યામાં રામ જન્મભૂમિ મંદિરના ભૂમિપુજનના કાર્યક્રમ પર કોરોનાનું સંકટ તોડાઈ રહ્યુ છે. રામ જન્મભૂમિના પુજારી પ્રદિપ દાસ કોરોના પોઝિટિવ આવ્યા છે. ત્યાના આ મુખ્ય પુજારી આચાર્ય સત્યેન્દ્રના શિષ્ય છે. સાથે રામ જન્મભૂમિની સુરક્ષામાં લાગેલા 16 પોલીસ કર્મીઓ કોરોના પોઝિટીવ આવ્યા છે. 

મુખ્ય પુજારી આચાર્ય સત્યેન્દ્ર દાસની સાથે ચાર પુજારી રામ લલાની સેવા કરે છે. તેમાંના 4 પુજારીમાંથી એક પુજારીનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. તેમને હોમ ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. તેની સાથે 16 પોલીસ ક્મી પણ કોરોના પોઝિટિવ આવ્યા છે. જેમને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે પીએમ મોદી, ગૃહમંત્રી સહિતના નેતાઓ તેમજ ઉદ્યોગપતિઓ સહિત 200 મહેમાનો આ પ્રસંગે આવવાના છે. ત્યારે આ ઘટનાએ ચિંતા વધારી છે.