કોરોના, મ્યુકોરમાઈકોસિસ બાદ હવે આ બીમારી આવી, જાણો કેવી રીતે શરીર પર કરે છે વાર
20, મે 2021

દિલ્હી-

અત્યાર સુધી મ્યુકોરમાઈકોસિસ સામે ઝઝૂમી રહ્યા હતાં ત્યાં તો હવે વ્હાઈટ ફંગસના દર્દીઓ મળી આવતા હડકંપ મચ્યો છે. પટણામાં બ્લેક ફંગસ કરતા પણ ઘાતક ગણાતી આ બીમારીના ચાર દર્દીઓ હાલમાં મળી આવ્યા છે. સંક્રમિત દર્દીઓમાં પટણાના એક ફેમસ સ્પેશિયાલિસ્ટ પણ સામેલ છે. આ બીમારી બ્લેક ફંગસ કરતા પણ વધુ જોખમી જણાવાઈ રહી છે. કહેવાય છે કે વ્હાઈટ ફંગસથી પણ કોરોનાની જેમ ફેફસા સંક્રમિત થાય છે. ફેફસા ઉપરાંત સ્કિન, નખ, મોઢાના અંદરના ભાગ, પેટ અને આંતરડા, કિડની, ગુપ્તાંગ અને બ્રેન વગેરેને પણ સંક્રમિત કરી શકે છે. પટણામાં અત્યાર સુધીમાં વ્હાઈટ ફંગસના ચાર દર્દીઓ સામે આવી ચૂક્યા છે. વ્હાઈટ ફંગસ દ્વારા ફેફસાના સંક્રમણના લક્ષણ એચઆરસીટીમાં કોરોના જેવા જ દેખાય છે. જેમાં તફાવત કરવો મુશ્કેલ બની જાય છે. આવા દર્દીઓમાં રેપિડ એન્ટીજન અને આરટી-પીસીઆર નેગેટિવ આવે છે. ડોક્ટરનું કહેવું છે કે જો એચઆરસીટીમાં કોરોનાના લક્ષણો જોવા મળે તો વ્હાઈટ ફંગસની જાણકારી મેળવવા માટે કફની તપાસ જરૂરી છે. વ્હાઈટ ફંગસના પણ એ જ કારણ છે જે બ્લેક ફંગસના છે જેમ કે રોગ પ્રતિકારક શક્તિની કમી. ડાયાબિટિસ, એન્ટીબાયોટિકનું સેવન કે પછી સ્ટેરોઈડનું લાંબા સમય સુધી સેવન. કેન્સરના દર્દીઓએ જે દવા પર છે, તેમને તે જલદી જકડી લે છે. પટણામાં બ્લેક ફંગસ કરતા પણ ઘાતક ગણાતી આ બીમારીના ચાર દર્દીઓ હાલમાં મળી આવ્યા છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution