ભારતમાં કોરોનાના નવા 96,551 નવા કેસઃ રિકવરી રેટ વધીને 78 ટકાએ પહોંચ્યો
11, સપ્ટેમ્બર 2020

દિલ્હી-

દેશમાં કોરોનાના સંક્રમિતોની સંખ્યામાં નિરંતર રેકોર્ડ સ્તરે વધારો થઈ રહ્યો છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 96,551 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 1209 લોકોનાં મોત થયાં છે. દેશમાં બીજી સપ્ટેમ્બરથી પ્રત્યેક દિવસે 1000થી વધુ લોકોનાં મોત થઈ રહ્યાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 45,62,415 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે. અને અત્યાર સુધી 76,271 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 35,42,663 લોકો માત આપી ચૂક્યા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 9,43,480 પહોંચી છે. રિકવરી રેટ વધીને 78 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.68 ટકા થયો છે.

કોરોના વાઇરસથી સંક્રમિત કેટલાક દર્દીઓને હાલમાં માથાનો દુખાવો, ભ્રમમાં રહેવાનો અનુભવ સામે આવ્યો છે. નિષ્ણાતોનું કહેવું છે કે કોરોના વાઇરસથી વ્યક્તિના મગજ પર પ્રતિકૂળ અસર પડી શકે છે, એમ એક અભ્યાસમાં બહાર આવ્યું છે. આ રિસર્ચમાં કહેવામાં આવ્યું છે કે કોરોના વાઇરસથી મગજમાં રહેલા ઓક્સિજન બ્રેન સેલ પર અસર પડી શકે છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution