રાજપીપળા, રાજપીપળા નજીક આવેલ ભરૂચ અને નર્મદા જિલ્લાની જીવાદોરી સમાન કરજણ ડેમની અંદાજે ૧૪ કરોડની કિંમતનું ૧૬ કીમી સુધીની કરજણ સિંચાઈની કેનાલના રીનોરવેશનનું ખાત મુહૂર્ત સાંસદ મનસુખ વસાવાના હસ્તે કરવામાં આવ્યું હતું.આ કેનાલ રીપેર થયા બાદ નાંદોદ તાલુકાના ૧૦ અને ગરુડેશ્વર તાલુકાના ૧૯ મળી કુલ ૨૯ ગામોની ૩૫૭૯ હેક્ટર પિયત વિસ્તારને લાભ થશે.અત્રે એ ઉલ્લેખનીય છે કે અગાઉ પણ કેનાલ રીપેરીંગની કામગિરી નબળી થઈ હતી, એ દરમિયાન સ્થાનિક ગ્રામજનોએ કામગીરી અટકાવી હોબાળો મચાવ્યો હતો.ત્યારે હવે પછી થનારી કેનાલ રીપેરીંગની કામગીરીમાં ગુણવતા જળવાય છે કે કેમ એ જાેવું રહ્યુ. આ કેનાલના ખાત મુહૂર્ત પ્રસંગે સાંસદ મનસુખ વસાવાએ કહ્યું કે અગાઉના વર્ષો પહેલા કરોડોના ખર્ચે કેનાલ રીપેરીંગનું કામ પેપર પર થયું હતું.કેનાલમાં પાણી છોડાયાની સાથે જ કેનાલનું ધોવાણ ગયું હતું.અગાઉની વખતમાં કેનાલ રીપેરીંગનું કામ ગુણવતા વગરનું થયું છે.વાલિયા, ઝઘડિયામાં જ્યાં પણ કોન્ટ્રાકટના કામો થાય ત્યાં અમુક આગેવાનો પેહલા જ ટકાવારી લેવા માટે પહોંચી જાય છે.એમ કહે છે કે પેહલા અમારી ટકાવારી આપો પછી જ કામ ચાલુ કરો.ત્યારે કોન્ટ્રાક્ટરો પણ નુકશાનીના બીકે આગેવાનો સાથે સહમત થાય છે એટલે જ તકલાદી કામ થાય છે.મારે અહિયાના આગેવાનોને કેહવું છે કે ખેડૂત લક્ષી કામ છે એ ગુણવતા યુક્ત થાય છે કે નહીં એની પર ધ્યાન આપો.નાની મોટી ફરિયાદ હોય તો કામગીરી અટકાવવાની જગ્યાએ યોગ્ય જગ્યાએ રજૂઆત કરો, પણ કોઈ પણ જાતનું નુકશાન ન કરો.આ કેનાલ રીપેરીંગની કામગીરી યોગ્ય રીતે થાય છે કે નહીં એ માટે હું કામમાં સ્થળે આંટો મારવાનો જ છું. ગુજરાતમાં આઈ.એ.એસ અને આઈ.પી.એસ ની પરીક્ષામાં ગણ્યા ગાંઠ્‌યા ગુજરાતના લોકો પાસ થયા છે, બિહારના લોકો પાસ થયા છે.મનસુખ વસાવાએ જણાવ્યું કે કહ્યું કે ગુજરાતનું શિક્ષણ નબળું છે નબળું છે અને નબળું જ છે.લોકો કહે છે કે મનસુખ વસાવા સરકારની ટીકા કરે છે પણ હું સરકારની ટીકા ટિપ્પણી નથી કરતો હું સરકારનો એક ભાગ છું, જે હકીકત છે તે કહેવી પડે સેન્ટ્રલ લેવલની કોઈ પણ પરીક્ષામાં ટ્રાઇબલ પટ્ટીના યુવાનો કોઈ પાસ થાય છે ખરા?