ભરૂચ, ભરૂચ સિવિલ હોસ્પિટલમાં કોરોનાની સારવાર માટેના રેમડેસિવર ઇન્જેક્શન લેવા માટે લોકોએ ધસારો કરતા પડાપડી થઈ હતી જેના પગલે પોલીસ બોલાવવાની ફરજ પડી હતી ભરૂચમાં એક તરફ વધતા જતા કોરોનાના દર્દી અને બીજી બાજુ તેની સારવાર માટે જરૂરી એવા રેમડેસિવર ઇન્જેક્શનની અછતના પગલે સ્થિતિ વિકટ બની રહી છે. કોરોનાનાં રેમડીસિવર ઇન્જેકશન દર્દીઓનાં પરિવારજનોને ન આપવામાં આવતા મામલો બિચકયો હતો. દર્દીઓનાં સગાંઓ દ્વારા સિવિલ હોસ્પિટલના ઇસ્ર્ં એસ આર પટેલને રજૂઆત કરવા જતાં મામલો વધુને વધુ ઉગ્ર થતાં અંતે પોલીસને ઘટના સ્થળે પહોંચવું પડયું હતું.

ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે રેમીડિસીવર ઇન્જેક્શન લેવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા સ્થિતી બેકાબુ બની હતી. સવારથી ઇન્જેક્શન માટે દોડાદોડી કરતા લોકોને ઇન્જેક્શન ન મળ્યાબાદ બપોરે પણ આજ સ્થિતિ રહેતા લોકો ઉશ્કેરાયા હતા અને સિવિલ હોસ્પિટલ ખાતે હોબાળો મચાવ્યો હતો જેના પગલે સ્થિતિ કાબુમાં લેવા પોલીસ બોલાવવાની ફરજ પડી હતી સમગ્ર વિવાદ અંગે આર.એમ.ઓ. ડો એસ.આર.પટેલે જણાવ્યુ હતું કે સિવિલ હોસ્પિટલમાં ૭૦૦ રેમડેસિવર ઇન્જેક્શનનો જથ્થો આવ્યો હતો જાે કે શોશ્યલ મીડિયામાં મોટી સંખ્યામાં જથ્થો આવ્યો હોવાના મેસેજ વાયરલ થતાં લોકોએ ભીડ લગાવી હતી. સિવિલ હોસ્પિટલ દ્વારા વધુ ૧૫૦૦ રેમડેસિવર ઇન્જેક્શન મંગાવવામાં આવ્યા છે. સિવિલ હોસ્પિટલના જ કોઈ કર્મચારીએ શોશ્યલ મીડિયામાં મેસેજ વાયરલ કર્યો હોવાની વાત ખુદ આર.એમ.ઓ.એ સ્વીકારી કરી હતી. એસ.આર પટેલે વધુમાં જણાવ્યું હતું કે ઇન્જેકશનનો માટે અમારા દ્વારા રજૂઆત કરાઇ છે કે અમોને પૂરતા પ્રમાણમાં જથ્થો ફાળવવામાં આવશે એટલે તમામ દર્દીઓને ઇન્જેકશન આપવામાં આવશે. અમારા દ્વારા કોઈપણ પ્રકારનો ભેદભાવ રાખવામા આવતો નથી. જાે અમારી પાસે ઇન્જેકશન ઉપલબ્ધ હશે તો આપવામાં આવશે, આથી તમામ લોકો નિશ્ચિત રહે. આગામી સમયમાં જરૂરિયાત મુજબ ઇન્જેકશનો મળશે એટલે આપવામાં આવશે. સરકારના નિયમ મુજબ જિલ્લામાં જાહેર થયેલ સ્પેશ્યલ કોવિડ હોસ્પિટલમાં રેમડેસિવર ઇન્જેક્શનનો જથ્થો પ્રાથમિકતાના ધોરણે આપવામાં આવે છે પરંતુ સિવિલ હોસ્પિટલમાં પહેલ કરીને સામાન્ય જનતાને રેમડેસિવર ઇન્જેક્શનનો જથ્થો આપવામાં આવ્યો છે. સરકાર દ્વારા એક તરફ કોરોનાની ગાઈડલાઇન જાહેર કરાય છે તો બીજી તરફ સિવિલ હોસ્પિટલમાં કોરોના ગાઈડલાઇનનાં ધજાગરા જાેવા મળ્યા હતા.