વડોદરા-

વડોદરાની ફતેગંજ પોલીસ મથક કસ્ટડીયલ ડેથ મામલામાં હવે નવા વળાકો આવી રહ્યા છે. ત્યારે બાબુ શેખની લાશને કેનાલમાં પધરાવી દેવાઇ હોવાની આશંકાને લઇ કેનાલમાં શોધખોળ શરૂ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ બાબુ શેખની કરાયેલી લાશની શોધખોળ કરવા સીઆઇડી ક્રાઈમ વડોદરામાં તપાસનો દૌર શરૂ કર્યો છે. બાબુ શેખની લાશને કેનાલમાં ફેકી દેવાઈ હોવાની શંકાના આઘારે સીઆઇડીની ટીમ લાશ શોધવા છાણી કેનાલ પહોંચી હતી. જોકે આ તપાસમાં નડિયાદની એસઆરપી ગ્રુપ સાતની રેસ્કયુ ટીમ પણ આવી પહોંચી છે. સીઆઇડી ક્રાઇમની ટીમ વડાની નિગરાની હેઠળ શોધખોળ શરૂ કરવામાં આવી છે. વડોદરા ફાયરબ્રિગેડની પણ આ કામગીરીમાં મદદ લેવાઈ રહી છે. કસ્ટડીયલ ડેથ મામલે પીઆઇ, પીએસઆઇ સહિત 6 પોલીસકર્મીઓ હાલ જેલમાં સજા ભોગવી રહ્યા છે. જોકે આ કામગીરી દરમિયાન છાણી કેનાલ પર વડોદરા શહેર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. કેનાલમાં પાણીની આવક બંધ કરીને લાશને શોધવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે આ શોધખોળની કામગીરીને કારણે આજે વડોદરામાં પશ્ચિમ અને દક્ષિણ વિસ્તારમાં 3 લાખ લોકોને પાણી કાપને કારણે પાણી નહિ મળે.