પંજાબ-

પંજાબમાં ચાલી રહેલ વીજ કટોકટી ચર્ચાનો વિષય બની છે. મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ આ સંકટને પહોંચી વળવા માટે તમામ પ્રયત્નો કરી રહ્યા છે. દરમિયાન, કોંગ્રેસના નેતા નવજોત સિંહ સિદ્ધુએ આ મુદ્દે સીએમ કેપ્ટન અમરિંદર સિંહ પર નિશાન સાધતા, સાચી દિશામાં કામ કરવાની સલાહ આપી છે. જો કે, વીજળીના સંકટ વચ્ચે હવે તેમની સાથે જોડાયેલ એક મોટું સત્ય સામે આવ્યું છે.

પંજાબમાં ચાલી રહેલા વિજળીના સંકટ મુદ્દે પોતાની કોંગ્રેસ સરકાર અને અગાઉની અકાલી દળ સરકારને ઘેરેલા નવજોતસિંહ સિદ્ધુ પોતે છેલ્લા ઘણા મહિનાઓથી તેમના ઘરનું વીજળીનું બિલ ચૂકવતા નથી. મળતી માહિતી મુજબ છેલ્લા 9 મહિનાથી નવજોતસિંહ સિદ્ધુએ પોતાનું બિલ ચૂકવ્યું નથી અને તેમની પાસે કુલ 8,67,540 રૂપિયા બાકી છે.


તાજેતરમાં જ કોંગ્રેસના નવજોતસિંહ સિદ્ધુએ સીએમ કેપ્ટન અમરિંદર સિંહને વીજ કાપવાના મુદ્દે ઘેરી લીધા હતા અને કહ્યું હતું કે જો યોગ્ય દિશા નિર્દેશ કરવામાં આવે તો પાવર કટની જરૂર રહેશે નહીં. પરંતુ જ્યારે આ મામલામાં તપાસ કરવામાં આવી ત્યારે ખુદ નવજોતસિંહની પોલ ખુલી ગઈ હતી.

સિદ્ધુએ શું કહ્યું?

પંજાબ સરકારને ઘેરી લેતા સિદ્ધુએ કહ્યું હતું કે પંજાબ 4.54 રૂ. પ્રતિ યુનિટના સરેરાશ ખર્ચે પાવર ખરીદી રહ્યું છે. રાષ્ટ્રીય સરેરાશ 3.85 રૂ. છે અને ચંદીગઢમાં રૂ. 3.44 યુનિટ દીઠ વિજળી ખરીદવામાં આવે છે. પંજાબને વીજળી ખરીદવા માટે 3 પ્રાઈવેટ થર્મલ પ્લાન્ટ પર વધારે આધાર રાખવો પડે છે.   5-8 રૂ. પ્રતિ યુનિટના પર વિજળી ખરીદવી પડે છે જે બાકીના રાજ્યો કરતા વધારે છે.

તેમણે વધુમાં કહ્યું કે, “બાદલ સરકારે 3 ખાનગી થર્મલ પ્લાન્ટ્સ સાથે વીજ ખરીદી કરાર (PPA) કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ કરારમાં ખોટી કલમ હોવાને કારણે, વર્ષ 2020 સુધી પંજાબ સરકારે પહેલેથી 54 હજાર કરોડ રૂપિયા ચૂકવી ચૂક્યા છે અને પંજાબના લોકોના 65 હજાર કરોડ રૂપિયા નિયત ચાર્જ રૂપે ચૂકવી શકે છે.