રાજ્ય વ્યાપી હડતાલમાં આજથી દાહોદના આરોગ્ય કર્મીઓ જાેડાશે
12, જાન્યુઆરી 2021

દાહોદ

ગુજરાત રાજ્ય આરોગ્ય મહાસંઘ ગાંધીનગર દ્વારા આપવામાં આવેલ આદેશના પગલે પંચાયત સેવા હેઠળના દાહોદના આરોગ્ય કર્મચારીઓ આજથી આર યા પારના સંકલ્પ સાથે અચૂક મુદતની હડતાલ પર જનાર હોવાની જાણ કરતું એક આવેદનપત્ર દાહોદ જિલ્લા કલેકટરને આપવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં જણાવાયું છે કે રાજ્ય સરકારને તારીખ ૨૦.૧૨ .૨૦૧૮ અને તારીખ ૧૫.૧૨.૨૦૨૦ ના રોજ આવેદનપત્ર આપ્યા બાદ કોઈ નક્કર પરિણામ ન આવતા તારીખ ૧.૧. ૨૦૨૧ ના રોજ રાજ્ય સરકારને ગુજરાત આરોગ્ય મહાસંઘ દ્વારા આંદોલનની લેખિત નોટિસ આપવામાં આવી હતી. તારીખ ૨૭.૨.૨૦૧૯ તથા તારીખ ૨૫.૧૨.૨૦૧૯ એમ બે હડતાલના સમાધાન પત્રો થયેલ હોવા છતાં અગ્ર સચિવ સાથેની તારીખ ૧૧.૧.૨૦૨૧ ની બેઠકમાં સાનુકૂળ પ્રતિભાવ ન મળતા નાછૂટકે સરકાર સામે મહાસંઘને આંદોલન અંગેના જડબેસલાક કાર્યક્રમો આપવાની ફરજ પડેલ છે.

આર યા પારના સંકલ્પ સાથે આજથી જિલ્લાના પંચાયત સેવા હેઠળના આરોગ્ય કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરશે અને સત્યાગ્રહ છાવણી ગાંધીનગર ખાતે સવારે ૧૧ થી ૪ કલાક દરમિયાન મર્યાદિત સંખ્યામાં ર્ષ્ઠદૃૈઙ્ઘ-૧૯ ની ગાઈડ લાઈન મુજબ પ્રતિક ઉપવાસ તથા ધરણા યોજાશે તેમજ અંતર્ગત આંદોલનના સમયગાળા દરમિયાન અસહકાર દાખવી આરોગ્ય કર્મચારીઓ રસી લેશે નહીં અને આપશે પણ નહીં.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution