વડોદરા : વડોદરા શહેર અને જિલ્લામાં કોરોનાના વિસ્ફોટને લઈને તંત્ર માથું ખંજવાળવા લાગ્યું છે.અત્યાર સુધી માત્ર શહેરી વિસ્તાર પૂરતો સીમિત રહેલો કોરોનાનો વિકરાળ પંજાે હવે ગ્રામ્ય વિસ્તારો સુધી ફેલાતા તંત્રને માથે એક સાધતા તેર તૂટયા જેવી સ્થિતિ સર્જાવા પામી છે. એકજ દિવસમાં અંદાજે ૫૧૨૪ જેટલા દર્દીઓની કોરોનાની ચકાસણી કરવામાં આવી હતી.જે પૈકી ૩૦૪ના રિપોર્ટ પોઝિટિવ આવતા હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે.જયારે ૪૮૨૦ના રિપોર્ટ નેગેટિવ આવતા જવા દેવામાં આવ્યા હતા. કોરોનાના ગઈકાલના આંક ૨૭૦૧૭માં વધુ ૩૦૪નો ઉમેરો થતા આ સંખ્યા ૨૭૩૨૧ને વટાવી ગઈ છે. આટલા મોટા પ્રમાણમાં દર્દીઓ દાખલ થાય છે.તેમજ મોટા પ્રમાણમાં દર્દીઓના મોટ નીપજે છે.તેમ છતાં તંત્ર દ્વારા ડેથ ઓડિટના નામે મૃત્યુ આંક ઝીરો બતાવીને કોરોનાના મૃતકોનો વાસ્તવિક આંક છુપાવવામાં આવી રહ્યો છે. જેને લઈને મૃતયુ આંક આજે પણ માત્ર ૨૪૭ દર્શાવે છે. જયારે છેલ્લા એક સપ્તાહથી મોટી સંખ્યામાં કોરોનાના દર્દીઓ મૃત્યુ પામી રહ્યા છે. હાલમાં સરકારી બે હોસ્પિટલો સયાજી અને ગોત્રી હોસ્પિટલમાં કોરોનાના ૧૨૨૩ દર્દીઓ છે. જે પૈકી ૯૭૨ સ્ટેબલ છે. ૧૫૬ ઓક્સિજન પર છે.જ્યારે વેન્ટિલેટર પર ૯૫ દર્દીઓને મુકવામાં આવ્યા છે.જેઓ ગંભીર સ્થિતિમાં સારવાર લઇ રહયા છે. આજે વિવિધ હોસ્પિટલમાંથી ૧૨૦ જેટલા દર્દીઓને ડિસચાર્જ કરવામાં આવ્યા છે. જેમાં સાત -સાતસરકારી અને ખાનગી હોસ્પિટલમાંથી જ્યારે ૧૦૬ને હોમ આઇસોલેશનમાંથી રજા આપવામાં આવી છે. તંત્રની ધરાર નિષ્ફળતાઓ અને અણઘડ આયોજનોને લઈને કોરોનાના વિસ્ફોટમાં નિર્દોષો શિકાર બની રહયા છે. તેમજ નિર્દોષોના ભોગ લેવાઈ રહયા છે. સબસલામતની બાગ ફૂંકીને આકાઓને ખુશ રાખવાનો પ્રયાસ કરીને પ્રજાને સ્મશાનના રસ્તે વગર વાંકે ધકેલી રહયા છે. જેની સામે પ્રજામાં છૂપો આક્રોશ ગમેતે ઘડીયે જ્વાળામુખી બનીને ફાટી નીકળશે એવી આશંકા ખુદ રાજકીય ક્ષેત્રની ટોચની વ્યક્તિઓ વ્યક્ત કરી રહી છે. કોરોનાને કાબુમાં લેવામાં ધરાર નિષ્ફળ નીવડેલું ગુજરાતનું વિકાસશીલ મોડલ અને ચૂંટણીઓ પત્યા પછીથી સત્તાઓ હસ્તગત કરી લીધા પછીથી મરી પરવારેલી લાગણીશીલ સરકારની લાગણી હીનતાએ સામાન્ય માનવીઓને માથે આફતના ઓળા ઉભા કરી દીધા છે. શહેરની વિવિધ કોરોનાની હોસ્પિટલોમાં આજે વધુ ૩૦૪ કોરોના પોઝિટિવના દર્દીઓને દાખલ કરવામાં આવ્યા છે. આજે દાખલ કરાયેલા ત્રણ સદી ઉપરાંતના દર્દીઓ દાખલ થવાનો આંકડો અત્યાર સુધીના આક્ડાઓમાં સૌથી વધુ છે. દિવસે દિવસે આ આંક કુદકેને ભૂસકે વધતો જાય છે. એકજ દિવસમાં અંદાજે ૫૧૨૪ જેટલા દર્દીઓની કોરોનાની ચકાસણી કરવામાં આવી હતી.જે પૈકી ૩૦૪ના રિપોર્ટ પોઝિટિવ આવતા હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે.જયારે ૪૮૨૦ના રિપોર્ટ નેગેટિવ આવતા જવા દેવામાં આવ્યા હતા. કોરોનાના ગઈકાલના આંક ૨૭૦૧૭માં વધુ ૩૦૪નો ઉમેરો થતા આ સંખ્યા ૨૭૩૨૧ને વટાવી ગઈ છે. આટલા મોટા પ્રમાણમાં દર્દીઓ દાખલ થાય છે.તેમજ મોટા પ્રમાણમાં દર્દીઓના મોટ નીપજે છે.તેમ છતાં તંત્ર દ્વારા ડેથ ઓડિટના નામે મૃત્યુ આંક ઝીરો બતાવીને કોરોનાના મૃતકોનો વાસ્તવિક આંક છુપાવવામાં આવી રહ્યો છે. જેને લઈને મૃતયુ આંક આજે પણ માત્ર ૨૪૭ દર્શાવે છે. જયારે છેલ્લા એક સપ્તાહથી મોટી સંખ્યામાં કોરોનાના દર્દીઓ મૃત્યુ પામી રહ્યા છે. હાલમાં સરકારી બે હોસ્પિટલો સયાજી અને ગોત્રી હોસ્પિટલમાં કોરોનાના ૧૨૨૩ દર્દીઓ છે. જે પૈકી ૯૭૨ સ્ટેબલ છે. ૧૫૬ ઓક્સિજન પર છે.જ્યારે વેન્ટિલેટર પર ૯૫ દર્દીઓને મુકવામાં આવ્યા છે.જેઓ ગંભીર સ્થિતિમાં સારવાર લઇ રહયા છે. આજે વિવિધ હોસ્પિટલમાંથી ૧૨૦ જેટલા દર્દીઓને ડિસચાર્જ કરવામાં આવ્યા છે. જેમાં સાત -સાતસરકારી અને ખાનગી હોસ્પિટલમાંથી જ્યારે ૧૦૬ને હોમ આઇસોલેશનમાંથી રજા આપવામાં આવી છે.

વડોદરા શહેર-જિલ્લાના વિવિધ વિસ્તારોમાં કોરોના પ્રસર્યો

શહેરના ચારેય ઝોન અને ગ્રામ્ય વિસ્તારના આંકડા ઉપર નજર કરીએ તો પૂર્વ ઝોનમાં કુલ આંક ૪૧૦૮, પશ્ચિમ ઝોનમાં ૪૬૩૫, ઉત્તર ઝોનમાં ૫૪૦૭, દક્ષિણ ઝોનમાં ૫૦૫૫ અને ગ્રામ્ય વિસ્તારમાં ૮૦૮૦ દર્દીઓ નોંધાયા હતા, જ્યારે ૩૬ કેસ બહારના નોંધાયા છે. શહેરમાં કોરોનાના નવા કેસો નોંધાયા છે જેમાં બાપોદ, પાણીગેટ, આજવા રોડ, કિશનવાડી, રામદેવનગર, દિવાળીપુરા, ગોકુલનગર, ગોત્રી, ગોરવા, વડસર, મકરપુરા, દંતેશ્વર, માણેજા, યમુના મિલ, માંજલપુર, કપુરાઈ, ગાજરાવાડી, છાણી, એકતાનગર, સમા, નવા યાર્ડ, કારેલીબાગ, ફતેપુરા અને સવાદનો સમાવેશ થાય છે. જ્યારે ગ્રામ્યમાં રણોલી, કરજણ, અનગઢ, કોયલી, ઊંડેરા, ચાણસદ, રણુ, સાધી, ડભોઈ અર્બન અને પાદરા અર્બનનો સમાવેશ થાય છે.

ધન્વંતરિ રથ થકી ૧૬૦૪ને સારવાર અપાઈ

વડોદરા શહેર-જિલ્લામાં ધન્વંતરી આરોગ્ય રથની ૩૪ ટીમો દ્વારા ૭૩૭ પુરુષો અને ૮૬૮ સ્ત્રીઓ મળી ૧૬૦૪ને તપાસ કરાઈ હતી. જેમાં તાવના ૧૪, શરદી-ખાંસીના ૭૧ અને અન્ય ૬૯૩ કેસ મળી આવ્યા હતા, જે પૈકી માત્ર એકને હોસ્પિટલમાં રિફર કરાયા હતા. અત્યાર સુધીમાં ૧૦,૯૪,૨૬૩ને ચકાસતાં ૬૫૦ દર્દીઓને દાખલ કરવામાં આવ્યા છે.