વડોદરા,તા.૨૦ 

વડોદરા શહેરમાં વાસણા ચાર રસ્તાને જોડતા મકરંદ દેસાઈ રોડ પર આવેલ સમર્પણ સોસાયટીનો ગેટ સોસાયટીના રહીશો દ્વારા બંધ કરાતા ખુદ સોસસાયટીના રહીશો દ્વારા જ એનો પ્લે કાર્ડ લઈ ઉભા રહી વિરોધ કરવામાં આવ્યો હતો. આ સોસાયટીના રહેવાસીઓના જણાવ્યા મુજબ જે રોડ પર ગેટ બંધ કરવામાં આવ્યો છે. તે રોડ ટીપી -૨૨ પર પડે છે એમ તેઓએ જણાવ્યુ હતુ.

આ ગેટ બંધ હોય ત્યારે સોસાયટીના રહીશોને અવરજવર કરવામાં ખુબજ મુશ્કેલીઓનો સામનો પડે છે. જેથી સોસાયટીના રહીશો દ્વારા પ્લે કાર્ડ લઈ ઉભા રહી વિરોધ કરવામાં આવ્યો હતો. આ સોસાયટીના ટી.પી.રોડ પર વહીવટકર્તા રહીશોએ અનધિકૃત કબ્જો જમાવ્યો હોવાના આક્ષેપો કર્યા છે. તેમજ વડોદરામાં પહેલીવાર કોઈ સરકારી રસ્તા પર આ પ્રમાણે અનધિકૃત કબ્જો જમાવ્યા બાબતે દેખાવો યોજાયા હતા. આ સમગ્ર બનાવ પર રાજકીય દબાણ કામ કરતુ હોવાની ચર્ચા છે.