એસએસજીના એનસીઓટીમાં મૃતકોના આરટીપીસીઆર ટેસ્ટ સેમ્પલ લેવામાં વિલંબ થતાં દોઢથી બે કલાક સ્ટ્રેચર પર પડી રહ્યા
23, એપ્રીલ 2021

કોરોના સંક્રમણની ગંભીરતા સયાજી હોસ્પિટલમાં કેટલાક સ્ટાફના કર્મચારીઓ ન લેતાં હોવાનો કિસ્સો આજે સવારે હોસ્પિટલન એનસીઓટીમાં જાેવા મળ્યો હતો. એક કોરોના પોઝિટિવ સહિત ત્રણ કોવિડની ડેડબોડીઓ આરટીપીસીઆર અને ઈસીજી કરાવવા માટે સ્ટાફના કર્મચારીઓની લાપરવાહીના કારણે આ ત્રણ મૃતદેહો દોઢથી બે કલાક એનસીઓટીની લૉબીમાં સ્ટ્રેચર ઉપર પડી રહ્યા હતા. કોરોના ટેસ્ટ સેમ્પલ લેવા માટે કર્મચારીઓ દ્વારા બહાનાબાજી કરતાં મૃતકના સ્વજનોમાં રોષની લાગણી જાેવા મળી હતી.આ બનાવની વિગત એવી છે કે હોસ્પિટલમાં ૭૭ વર્ષીય કોવિડ પોઝિટિવ મહિલા દર્દીનું મોત થયા બાદ દર્દીના ઈસીજી માટે એનસીઓટીમાં મોકલી આપવામાં આવી હતી. આ સાથે એસઆરપીમાંથી વીઆરએસ લઈ એક વર્ષ અગાઉ નિવૃત્ત થયેલ અને શંકાસ્પદ કોરોનામાં મોતને ભેટેલા એસઆરપીના પ૮ વર્ષીય વ્યક્તિનો મૃતદેહ અને અન્ય એક ૪૦ વર્ષીય પુરુષનો મૃતદેહ એનસીઓટીમાં આવ્યા હતા. આ ત્રણેય ડેડબોડીના આરટીપીસીઆર માટે ટેસ્ટ સેમ્પલ લેવા માટે ફરજ પરના એમએલઓએ કોરોના ટેસ્ટ સેમ્પલ કલેકશન ટીમને અવારનવાર ટેલિફોનિક જાણ કરવામાં આવતી હોવા છતાં સેમ્પલ કલેકશન કરનાર ટીમના સ્ટાફના કર્મચારીઓ યેન-કેન-પ્રકારેણ ટેસ્ટ માટેના સેમ્પલો લેવા અને ઈસીજી કાઢવા ન આવતાં કોવિડ કિટમાં લપેટાયેલા ત્રણેય મૃતદેહો દોઢથી બે કલાક એનીસીઓટી એમએલઓની ઓફિસ બહાર સ્ટ્રેચર પર પડી રહ્યા હતા. મૃતકના સગાઓમાં લાલિયાવાડીનો કડવો અનુભવ થયો હતો અને તેમના ચહેરા ઉપર દુઃખની જગ્યાએ છૂપો રોષ જાેવા મળ્યો હતો. મનસ્વીપણે વર્તતા કેટલાક સ્ટાફના કર્મચારીઓને સયાજી હોસ્પિટલના વહીવટીતંત્રને કલંક લગાવી રહ્યા છે એ ચર્ચાનો વિષય બન્યો હતો.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution